Dakshin Gujarat

એંધલ ગામ પાસેથી વન સંરક્ષક વિભાગે સીસમ અને સાગના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો

નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 ઉપર એંધલ ગામ પાસેથી વન સંરક્ષક વિભાગે (Forest Department) બાતમીના આધારે 12.50 લાખના સીસમ અને સાગના લાકડા ભરેલા ટેમ્પા સાથે ત્રણને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

  • એંધલ ગામ પાસેથી સીસમ અને સાગના લાકડા ભરેલા ટેમ્પા સાથે ત્રણ ઝડપાયા
  • વન વિભાગે સીસમ અને સાગના લાકડા સહીત 3 લાખના ટેમ્પો મળી 15.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી મુજબ, ચીખલી રેંજ સ્ટાફ અને વાંસદા રેંજ સ્ટાફ નેશનલ હાઈવે નં. 48 ઉપર સંયુક્ત પેટ્રોલિંગમાં હતા. દરમિયાન વાંસદા મદદનીશ વન સંરક્ષકને બાતમી મળી હતી કે, આઈસર ટેમ્પો (નં. જીજે-15-ઝેડ-1633) માં સાગ તેમજ સીસમ ઘડવેરીનો માલ ડીસા ખાતે જનાર છે. જેથી વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક નિશા તેમજ વાંસદાના મદદનીશ વન સંરક્ષક જે.ડી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ચીખલી તેમજ વાંસદા રેન્જના સ્ટાફ દ્વારા નાકાબંધી કરી હતી.

દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા વન સંરક્ષકની ટીમે ટેમ્પાને રોકી તપાસ કરતા તેમાંથી અંદાજે 12.50 લાખ રૂપિયાના સીસમ અને સાગના લાકડા મળી આવ્યા હતા. જેથી વન સંરક્ષકની ટીમે ઘટના સ્થળેથી સીસમ અને સાગના લાકડા સહીત 3 લાખના ટેમ્પો મળી કુલ્લે 15.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક અને અમદાવાદમાં રહેતા મુખરાજ, માલ ભરાવનાર તેમજ ખારેલમાં રહેતા પુનારામ ચૌધરી અને સેનારામ દેવાસીને ઝડપી પાડી આગળની વધુ તપાસ ચીખલી રેંજ ફોરેસ્ટ ઓફિસરે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top