Dakshin Gujarat

નવસારીના કાપડના વેપારીને એવી કેવી લત લાગી કે બંધ મકાનના નકૂચા તોડી ઘરમાં ઘૂસી જતો

નવસારી: (Navsari) નવસારીમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. પોતાની સારી એવી રેડીમેડ કાપડની દુકાન (Shop) હોવા છતાં કાપડનો વેપારી (Cloth Merchant) લોકોના ઘરોમાં ઘૂસીને ચોરી કરતો હતો. નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે ઘરફોડ ચોરી (Theft) કરનાર રેડીમેડ કપડાની દુકાન ચલાવનાર વેપારીને ઝડપી પાડી કુલ 7.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વેપારી દિવસ દરમિયાન બાઇક ઉપર સોસાયટીઓમાં ફરી બંધ ઘર, ફ્લેટના નકુચા તોડી નાંખી ચોરી કરતો હતો. પોલીસે આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે.

  • વિજલપોરની રેડીમેડ કપડાની દુકાનનો વેપારી જ ઘરફોડ ચોર નીકળ્યો
  • દિવસ દરમિયાન બાઇક ઉપર સોસાયટીઓમાં ફરી બંધ ઘર, ફ્લેટના નકુચા તોડી નાંખી ચોરી કરતો હતો
  • પોલીસે 7.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ફક્ત
  • નવસારીમાં જ નહીં પરંતુ આરોપી વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં ઘરફોડ ચોરીના 51 ગુનાઓ નોંધાયા હતા

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ગાંધી રેલવે ફાટક ઓવરબ્રિજના પશ્ચિમે વોચમાં રહ્યા હતા. દરમિયાન સફેદ રંગની પલ્સર બાઇક (નં. એમએચ-39-એએચ-2002) ને રોકી વિજલપોર હિંગળાજ માતાના મંદિરની બાજુમાં રહેતા જિમી ઉર્ફે દિપક બીપીનભાઈ શર્માને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા પોતે બાઇક ઉપર દિવસ દરમિયાન સોસાયટીઓમાં ફરતો હતો અને સોસાયટીમાં કોર્નરના બંધ ઘરો/ફ્લેટના નકુચા ડિસમિસ વડે તોડી નાંખી ઘરમાં પ્રવેશ કરતો હતો. જ્યાં ઘરમાંથી દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરતો હતો.

વિજલપોરમાં રહી રેડીમેડ કપડાની દુકાન ચલાવી વેપાર કરતો હતો. દરમિયાન નવસારી રંગુન નગર કરિશ્મા ગાર્ડનમાં ફ્લેટમાંથી અને એરૂ સીતારામ નગરમાં ઘરમાંથી ઘરફોડ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસે આરોપી જિમી ઉર્ફે દિપક પાસેથી 6,53,330 રૂપિયાના સોના-ચાંદીના દાગીના, રોકડા 3540 રૂપિયા, 50 હજારની બાઇક અને 5500 રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 7,12,370 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપી વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં ઘરફોડ ચોરીના 51 ગુનાઓ નોંધાયા
નવસારી : આરોપી જિમી ઉર્ફે દિપક ગત 2009 માં મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં ઘરફોડ ચોરી કરી હતી જેમાં તે પકડાયો પણ હતો. આરોપી જિમી ઉર્ફે દિપક વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યમાં 25 ગુનાઓ, હરિયાણામાં 20 ગુનાઓ, રાજસ્થાનમાં 4 ગુનાઓ અને ગુજરાતમાં 2 ગુનાઓ નોંધાયા છે.

Most Popular

To Top