Dakshin Gujarat

નવસારીના વ્યક્તિએ યુવાનની કાર ગીરવે રાખી અને પછી થયું આવું

નવસારી: (Navsari) નવસારીના વ્યાજખોરે વલસાડના યુવાનની કાર (Car) ગીરવે (Mortgage) લીધી હતી. યુવાને વ્યાજખોર પાસે લીધેલી રકમ વ્યાજ સહીતની રકમ ચુકવવાની તૈયારી બતાવી છતાં વ્યાજખોરે કાર પરત નહીં આપતા મામલો પોલીસ મથકે નોંધાયો છે.

  • નવસારીના વ્યાજખોરે વલસાડના યુવાનની કાર ગીરવે લીધા બાદ પરત આપી નહીં
  • વલસાડના યુવાને વ્યાજખોર પાસે લીધેલી વ્યાજ સહીતની રકમ ચુકવવા તૈયારી બતાવી છતાં વ્યાજખોર છેતરી ગયો
  • અમે પૈસા લઈને આવેલા છીએ તમે કાર લઈને આવો કહેવા છતા સલીમભાઈ કાર લઈને આવ્યા ન હતા

મળતી માહિતી મુજબ વલસાડના પારડી તાલુકાના દમણીઝાંપા પોણીયા રોડ બ્રહ્મદેવના મંદિરની પાછળ રહેતા સુનિલ પટેલના કાકાના દીકરાના લગ્ન હોવાથી તેમને પૈસાની જરૂર હતી. જેથી તેમણે તેમના મિત્ર રમેશભાઈને કાર ગીરવે મૂકી પૈસા જોઈતા હોવાનું જણાવતા મિત્ર રમેશભાઈએ તેના મિત્ર ધર્મેશભાઈને ફોન કરી બોલાવ્યા હતા. દરમિયાન સંજયભાઈ નામના વ્યક્તિએ તેના મિત્ર યાશીનને ફોન કરી કાર ગીરવે મુકવાની વાત કરી હતી.

જેથી યાશીને જણાવ્યું હતું કે, કાર ગીરવે લઈ 1.10 લાખ રૂપિયા આપીશ અને 11 હજાર રૂપિયા વ્યાજના લઇશ અને તમે કાર લઈને નવસારી પારસી અગિયારી ખાતે આવો. તેમ કહેતા સુનિલભાઈ પારસી અગિયારી પાસે ગયા હતા. જ્યાં યાસીન ઉર્ફે મોહસીને સુનિલભાઈ પાસેથી કોરો સહીવાળો ચેક અને અન્ય કાગળો લઇ 1.10 લાખ રૂપિયા આપી ગયા હતા. ત્યારબાદ સુનિલભાઈ પાસે પૈસાની સગવડ થઈ જતા તેઓએ નવસારી આવી સલીમભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, અમે પૈસા લઈને આવેલા છીએ તમે કાર લઈને આવો કહેવા છતા સલીમભાઈ કાર લઈને આવ્યા ન હતા.

બીજા દિવસે સુનિલભાઈ ફરી કાર લેવા માટે નવસારી આવ્યા પરંતુ સલીમભાઈ તેમને કાર આપવા આવીએ છીએ તેમ બહાનાઓ કરી સુનિલભાઈને બેસાડી રાખતા હતા. પરંતુ કાર આપવા આવતા ન હતા. આ બનાવ અંગે સુનિલભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે ધર્મેશભાઈ હળપતિ, સલીમભાઈ ખાન, સંજયભાઈ પટેલ અને યાસીન ઉર્ફે મોહસીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એમ. ગામીતે હાથ ધરી છે.

હિટરથી કરંટ લાગતા પારડીની મહિલાનું મોત
પારડી : પારડી પોલીસ સ્ટેશનની સામે આવેલા રેન બસેરા ગેસ્ટ હાઉસની બાજુમાં રહેતી હીનાબેન શાલીમભાઈ ભોરકર આજરોજ પોતાના ઘરે નાહવાનું પાણી ગરમ કરવા માટે ડોલમાં પાણી ભરી દેશી હીટર પાણીમાં નાખી પાણી ગરમ કરી રહી હતી. તે દરમિયાન ચાલુ હીટરે અચાનક ભૂલથી હીનાબેને હીટરવાળી પાણી ભરેલી ડોલમાં હાથ નાખતા કરંટ લાગતા તેઓને હાથમાં ભારે ઈજા થઈ હતી. 108 દ્વારા તેમને પારડી સીએસસી ખાતે સારવાર માટે લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top