Entertainment

નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી બોલિવુડના આ હીરો સાથે કરશે હવે આશિકી

મુંબઈ: ‘લૈલા મજનુ’, ‘બુલબુલ’ અને ‘કલા’ જેવી ફિલ્મોમાં પોતાના કામથી દિલ જીતનારી અભિનેત્રી તૃપ્તિ ડિમરીને (TriptiDimri) આ વર્ષે તેનુું સફળતાનું સપનું સાકાર થયું. રણબીર કપૂરની (Ranbir Kapoor) ફિલ્મ ‘એનિમલ’ (Animal) તૃપ્તિ મહત્વના રોલમાં જોવા મળી હતી અને તેને આ રોલમાં જોયા બાદ લોકો તેના ફેન થઈ ગયા હતા. તે નેશનલ ક્રશ (National Crush) બની ગઈ.

દેશની નવી નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીના ચાહકો માટે હવે એક વધુ સારા સમાચાર છે. હવે તૃપ્તિ કાર્તિક આર્યન સાથે ‘આશિકી’ કરશે. બોલિવૂડની સુપર પોપ્યુલર રોમેન્ટિક ફ્રેન્ચાઈઝી ‘આશિકી’ના સિક્વલ પર કામ ચાલી રહ્યું છે. અહેવાલ છે કે કાર્તિક આર્યનને ‘આશિકી 3’માં કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન અનુરાગ બાસુ કરવા જઈ રહ્યા છે. પરંતુ ફિલ્મમાં કાર્તિકની સાથે હિરોઈનનો રોલ કોને આપવામાં આવશે તે અંગે સસ્પેન્સ હતું.

એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે નિર્માતાઓએ ‘આશિકી 3’ માટે તૃપ્તિ ડિમરીનો સંપર્ક કર્યો છે. તેને મુખ્ય હિરોઈન તરીકે ફાઇનલ કરવામાં આવી છે. અહેવાલમાં, ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘તૃપ્તિ એનિમલની ઐતિહાસિક સફળતા પછી લાઈમ લાઈટમાં છે અને નિર્માતાઓને લાગે છે કે તે કાર્તિક આર્યન સાથે સ્ક્રીન પર આગ લગાવશે.

આ માટે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે મેકર્સે તેને ફિમેલ લીડ માટે ફાઈનલ કરી દીધી છે. ‘આશિકી 3’ નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે. ૉઅનુરાગ બાસુની ‘આશિકી 3’ તે 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં જ ફ્લોર પર જશે અને બાકીના કલાકારોને પણ ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે. કાર્તિક અને તૃપ્તિ પહેલીવાર ફિલ્મમાં સાથે કામ કરશે. ‘આશિકી 3’ કાર્તિક ઉપરાંત બીજી ફ્રેન્ચાઈઝી ‘ભૂલ ભુલૈયા 3’ છે. પર પણ કામ કરી રહ્યું છે, જે દિવાળી 2024 પર રિલીઝ થવાની છે.

Most Popular

To Top