Dakshin Gujarat

વલસાડની સ્કૂલમાં તાંત્રિક વિધી કરી મરઘાં, બકરાંની બલિ ચઢાવાતા ચકચાર

વલસાડ: વલસાડમાંથી (Valsad) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક સ્કૂલમાં (School) તાંત્રિક વિધિ કરી મરઘાં, બકરાંની બલિ ચઢાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્કૂલના વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા છે. આ મામલો બહાર આવતા તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડમાં વિદ્યાના ધામ એવી શાળામાં તાંત્રિક વિધિની ઘટના સામે આવી છે. ધરમપુરના નડગધરી ગામે સાદડપાડા સ્કૂલમાં રસોઈયા ગણજુભાઈ ભોયાએ શાળાના કોમ્પલેક્સમાં બે ભૂવા બોલાવી વિધિ કરવામાં આવી હોવાનો એસ.એમ.સીનાં સભ્યોએ આરોપ લગાવ્યો છે.

આ સાથે જ આ મામલે એસ એમ સીના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે. અરજીમાં આરોપ કરાયો છે કે ગઈ 5 ડિસેમ્બરના રોજ સ્કૂલના રસોઈયાએ ભૂવા બોલાવી શાળાના પરિસરમાં જ તાંત્રિક વિધિ કરાવી હતી. તાંત્રિક વિધિ માટે પશુની બલિ પણ ચઢાવાઈ હતી. મરઘા અને બકરાંની બલિની વિધિ શાળાથી દુર નદી કિનારે કરવામાં આવી હતી, બલિમાં 25 નારીયેળ, 12 મરઘાં અને 1 બકરાની બલિ ચઢાવવામાં આવી હતી. 1થી 8 ધોરણની સ્કૂલમાં વિધિ કરવામાં આવતા બાળકો ભયભીત થયા છે.

વલસાડના અંતરિયાળ વિસ્તારમાં શાળામાં ભગત ભુવા બોલાવી મેલી વિદ્યાના નામે 12 મરઘા 1 બકરાની બલી ચઢાવવામાં આવતા શાળાના જ એસએમસી સભ્યો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હાલ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
વલસાડના ધરમપુર તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આ આવેલ નડગધરી પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા ગજુભાઈ ભોયા દ્વારા શાળામાં ભગત ભુવા બોલાવીને મેલી વિદ્યા કરી હતી. શાળામાં 25 નાળિયેર બાર મરઘા અને એક બકરાની બલી ચડાવવામાં આવી હતી.

સમગ્ર ઘટના ગ્રામજનો અને એસએમસી સભ્યોનાં ધ્યાન પર આવતા તેમના દ્વારા સમગ્ર મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે એસએમસી સભ્યો દ્વારા વલસાડ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધ વધુ તપાસ થઈ તેવી માંગ પણ કરવામાં આવી હતી. જેને લઇને ધરમપુર પોલીસ દ્વારા ફરિયાદ અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top