Entertainment

દિગ્ગજ ફિલ્મ નિર્માતા-નિર્દેશક રાકેશ કુમારનું 81 વર્ષની વયે નિધન

મુંબઈ: (Mumbai) દિગ્જ રાઈટર અને ડાયરેક્ટર (Writer Director) રાકેશ કુમારના (Rakesh Kumar) નિશ્ચય હવે નથી રહ્યાની ખબરો સામે આવી રહી છે. 10 નવેમ્બર 2022 ના રોજ તેઓએ આ દુનિયામાં અંતિમ શ્વાસ લીધા હતા.તેઓ 81 વર્ષની ઉમરના હતા. એક રિપોટના દવા મુજબ રાકેશ કુમાર છેલ્લા કેટલાક સમયથી કેન્સર (Cancer) જેવી જીવલેણ બિમારીથી ઝઝુમી રહ્યા હતા. તેમના પરિવારમાં તેમના ધર્મપત્ની અને એક દીકરો તથા એક દીકરી છે.રાકેશ કુમારનું શુક્રવારે અવસાન થયું હતું તેમના પરિવારે 13 નવેમ્બર 2022 ના રોજ સાંજે 4 થી 5 દરમિયાન પ્રાર્થના સભાનું આયોજન યોજ્યું છે. મુંબઈના અંધેરી વેસ્ટ લોખંડવાલાના સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે.

આ ફિલ્મોથી તેમણે તેમની આગવી ઓળખ ઉભી કરી હતી
રાકેશ કુમારને ‘ખૂન પસીના’, ‘દો ઔર દો પાંચ’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘યારાના’, ‘જોની આઈ લવ યુ’, ‘દિલ તુઝકો દિયા’, ‘કૌન જીતા કૌન હરા’ જેવી ફિલ્મોથી ઓળખ મળી. ‘કમાન્ડર’ અને ‘સૂર્યવંશી’ (1992) જેવી ફિલ્મો માટે જાણીતા. આ ફિલ્મોમાંથી તેણે ‘દિલ તુઝકો દિયા’, ‘કમાન્ડર’ અને ‘કૌન જીતા કૌન હારા’ પણ પ્રોડ્યુસ કરી. 18 ઓક્ટોબર 1941ના રોજ જન્મેલા રાકેશ કુમારે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

આવતીકાલે યોજાશે પ્રાર્થના સભા
અહેવાલો અનુસાર નિર્માતા-નિર્દેશકની યાદમાં આવતીકાલે 13 નવેમ્બર, 2022ના રોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે. પ્રાર્થના સભા આવતીકાલે સાંજે 4 થી 5 દરમિયાન ધ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ, ગાર્ડન નંબર 5, લોખંડવાલા, અંધેરી (વેસ્ટ), મુંબઈ ખાતે યોજાશે.

Most Popular

To Top