SURAT

સુરતના પુણા ગામમાં પાણીની લાઈનમાંથી મૃત કબુતર નિકળ્યું

સુરત: (Surat) પુણાગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી વિભાગ-3 માં છેલ્લા ઘણા દિવસોથી વાસ મારતુ પાણી (Water) આવતુ હોવાની સ્થાનિકોની ફરીયાદ હતી. સ્થાનિક નગરસેવકો તેમજ સોસાસયટીવાસીઓ દ્વારા આ અંગે વારંવાર ફરીયાદો કરી હોવા છતા સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું ન હતું. દુર્ગંધ મારતા પાણીની ફરીયાદને પગલે કંટાળેલા સોસાયટીવાસીઓએ વરાછા ઝોન ઓફિસે (Varachha Zone Office) ઉગ્ર રજુઆત કરી હતી. જેના પગલે ઝોનમાંથી પાણીની લાઈનમાં ચેકીંગ કરતા મૃત કબુતર (Pigeon) મળી આવ્યું હતું.

  • પુણાગામમાં પાણીની લાઈનમાં મૃત કબુતર નીકળતા સ્થાનિકોમાં રોષ
  • પુણાગામની નંદનવન સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ફરીયાદ હતી
  • પાણીની લાઈનમાં ચેકીંગ કરતા મૃત કબુતર મળી આવ્યું

પ્રાપ્ત વિગતો મુજબ, પુણાગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી વિભાગ- 3 માં છેલ્લા ઘણા દિવસોથી વાસ મારતુ અને ડોહળું પાણી આવતી હોવાની સોસાયટીવાસીઓની ફરીયાદ હતી. જેને પગલે સોસાયટીના પ્રમુખ તેમજ રહીશો દ્વારા વારંવાર સ્થાનિક જન પ્રતિનિધિ તેમજ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવવા છતાં સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું ન હતું. જેને પગલે રોષે ભરાયેલા સોસાયટીવાસીઓએ શનિવારે વરાછા ઝોન ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેથી તાત્કાલિક અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર કામગીરી કરવામાં આવી હતી. કામગીરી કરતા પીવાના પાણીની લાઈન માંથી મૃત હાલતમાં કબૂતર નીકળ્યું હતું. પીવાના પાણીની લાઈનમાં આવી ઘોર બેદરકારીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. તીવ્ર દુર્ગંધ મારતું પાણી પીવાથી લોકોનું આરોગ્ય પણ જોખમાઈ શકે તેમ છે જેને લઈને નંદનવન સોસાયટી સહિત પુણા વિસ્તારમાં સામી ચૂંટણીએ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સામે લોકો સમક્ષ ભારે રોષ દાખવ્યો હતો.

અડાજણ ગંગેશ્વર મંદિર પાસે પાર્ક કરેલી એક કારમાં આગ
સુરત: અડાજણ વિસ્તારમાં ગંગેશ્વર મંદિર પાસે રામેશ્વરમ રો-હાઉસ પાસે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. બનાવ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે દોઢ વાગ્યે અડાજણ ગંગેશ્વર મંદિર પાસે રામેશ્વરમ રો-હાઉસ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે ફાયરમાં જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને થોડી જ વારમાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પરંતુ આગને કારણે કાર સંપૂર્ણ બળી ગઈ હતી. ગઈ કાલે રાત્રે કતારગામ ખાતે કઝીનના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા સપરિવાર ગયા હતા. રાત્રે નવા વર વધુને લઈને તેમના ભાઈ સહીત પરિવારના સભ્યો સાથે લગ્ન પ્રસંગમાંથી ઘરે આવ્યા હતા અને ઘર પાસે કાર પાર્ક કરીને ઘરમાં ઘુસ્યા હતા અને થોડી જ વારમાં કારમાં આગ ભડકી ઉઠી હતી. જોકે સદ્‌નસીબે કોઈ જાનહાની નહીં થઇ હતી.

Most Popular

To Top