Vadodara

સાઈલતા એપા.ના 70થી વધુ પરિવાર ટેન્કરના સહારે

વડોદરા: શહેરના આજવા રોડ ઉપર આવેલ સાઈલતા એપાર્ટમેન્ટના રહીશો છેલ્લા 3 દિવસથી પાણીના ટેન્કરના સહારે છે. આ વિસ્તારના લોકોને નિર્ભયા નોટીસ આપ્યા બાદ કોઈ સમારકામ ન કરાતા તંત્ર દ્વારા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારથી અહીંના 70 થી વધુ પરિવાર ટેન્કરના સહારે દિવસો પસાર કરી રહ્યા છે. આ તમામ વચ્ચે આજરોજ તેઓને વધુ એક વીજ કનેક્શન કાપવાની નોટીસ મળી છે જેના કારણે રહીશોમાં ભય ફેલાયો છે. શહેરના આજવા રોડ ઉપર આવેલા સાહિલતા એપાર્ટમેન્ટના લોકોને નિર્ભયા નોટિસ મળી હતી જે બાદ પાલિકા તંત્ર દ્વારા તેઓના પાણીના કનેક્શન ત્રણ દિવસ અગાઉ કાપી નાખવામાં આવ્યા હતા.

જોકે આ અંગે સ્થાનિકોમાં રોજ જોવા મળ્યો હતો તેઓએ મહાનગરપાલિકા ખાતે જઈ મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી હતી પરંતુ તેઓ દ્વારા પણ જ્યાં સુધી નિર્ભયા સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી કંઈ ન થઈ શકે તેમ જણાવ્યું હતું રહીશો દ્વારા પ્રાઇવેટ બિલ્ડર મારફતે નિર્ભયા સર્ટિફિકેટ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન આજરોજ તેઓને વધુ એક નોટિસ આપવામાં આવી છે જેમાં બે દિવસમાં તેઓના બીજ કનેક્શન કાપી નાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. હાલ રહીશો છેલ્લા ત્રણ દિવસથી એન્કરના સહારે જીવી રહ્યા છે ત્યારે રહીશો હાલ મારે હાલાકી બેઠી રહ્યા હોય તેવી સ્થિતિ છે કોઈ બિલ્ડરને ફાયદો કરાવવા માટે તંત્ર દ્વારા આ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા હોવાની પણ લાગણી સ્થાનિક લોકોમાં જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક રહીશો આગામી દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે તેવી શક્યતાઓ છે.

Most Popular

To Top