SURAT

મોદીના કાર્યક્રમ માટે લિંબાયતમાં ત્રણ હેલિપેડ બનશે : બે લાખ લોકો એકત્ર કરવાની નેમ

સુરત: વિધાનસભાની ચુંટણીના (Election) પડઘમ વચ્ચે આગામી 29 સપ્ટેમ્બરના રોજ પીએમ આવશે. પ્રદેશ ભાજપ પ્રમુખના હોમ ગ્રાઉન્ડ એવા સુરતના (Surat) લિંબાયત નીલગીરી ખાતે વડાપ્રધાન (PM) આવી રહ્યાં હોવાથી મનપા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં બે લાખ લોકોની જનમેદની માટે ભાજપે કમર કસી છે. અને તેના માટે વોર્ડવાઇઝ આયોજન પણ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના ઉતરાણ માટે અહીંના એક સ્કુલના ગ્રાઉન્ડમાં ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને હેલિપેડથી સભા સ્થળ સુધી રોડ શો પણ કરવામા આવશે.  જો કે રોડ શો માટે બે રૂટ છે તે કયા રૂટ પર યોજવો તે હજુ નક્કી નથી પરંતુ આશરે દોઢથી બે કિ.મી.નો રોડશો થવાની શકયતા છે.

  • લિંબાયતમાં યુદ્ધના ધોરણે રસ્તાના સમારકામ-બ્યુટિફિકેશન કામો હાથ ધરાયા
  • દોઢથી બે કિ.મી.ના રોડ શો બાદ બપોરે 11 કલાકે જાહેરસભા થશે

વિધાનસભાની ચુંટણી પહેલા વડાપ્રધાનની આ સુરત મુલાકાત ચુંટણી પ્રચારના બ્યુગલ જેવી બની રહેશે, તેથી જોરદાર જાહેરસભા માટે શહેર ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. સુરતમાં લિંબાયત વિસ્તાર પ્રદેશ પ્રમુખનું હોમગ્રાઉન્ડ હોવાથી આમ આદમી પાર્ટી અહીં વધુ સક્રિયાતા બતાવી રહી છે વળી પાટીદાર બહુમતી વાળા વિસ્તારમાં  આમ આદમી પાર્ટી  નું જોર વધી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત ભાજપના કાર્યકરો માટે જુસ્સો વધારવાનું માધ્યમ બની રહેશે. વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે આવી રહ્યાં હોય અહીંની એક સ્કુલમા ત્રણ હેલિપેડ બનાવવામાં આવી રહ્યાં છે. અને અહીંથી દોઢથી બે કિ.મી.ના રોડશોનું પણ આયોજન છે.

સભામાં 120 મીટરના બે ડોમ બનાવવામાં આવશે જેમાં સવા લાખથી વધુ ખુરશી મુકવા માટે આયોજન કરાયું છે. એક ડોમમાં વડા પ્રધાનની સભા જ્યારે બીજા ડોમમાં એલ.ઈ.ડી. મુકવામાં આવશે.  કુલ બે લાખ લોકો સમાય તેવી વ્યવસ્થા ઊભી કરાશે. વડા પ્રધાનના હસ્તે 3500 કરોડથી વધુના  લોકાર્પણ અને ખાત મુર્હુત કરાવવા માટે આયોજન કરી રહી છે તેના માટેની તૈયારી પણ જોરશોરમાં થઈ રહી છે. દરમીયાન લિંબાયતમા રસ્તાના સમારકારમ અને બ્યુટીફીકેશનના કામો તડામાર ચાલી રહ્યાં છે.

Most Popular

To Top