National

રસીકરણ અભિયાન શરૂ કરાવ્યા બાદ આ ક્ષણોને યાદ કરીને મોદી ભાવુક થયાં

નવી દિલ્હી (New Delhi): વિશ્વના સૌથી મોટી રસીકરણ અભિયાનની (Vaccination Drive in India) આજે ભારતમમાં શરૂઆત થઈ છે. રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતા પીએમ મોદીએ (PM Narendra Modi) કહ્યું કે આખો દેશ આ ક્ષણનીઆતુરતાથી રાહ જોઇ રહ્યો છે. કોરોના રસી ખૂબ ટૂંકા સમયમાં આવી છે. તેમણે કહ્યું કે કેટલા મહિનાથી, દેશના દરેક ઘરોમાં, દરેક, બાળક, વૃદ્ધ અને યુવાનને એક જ પ્રશ્ન, હતો કે કોરોનાની રસી ક્યારે આવશે. તેમણે કહ્યું કે વિશ્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનની ભારતમાં શરૂઆત થઇ ગઇ છે. પીએમ મોદીએ આ માટે દેશવાસીઓને અભિનંદન આપ્યા.

આ પ્રસંગે વડા પ્રધાને રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકરના શબ્દોનો પણ ઉલ્લેખ કર્યો, માનવ જબ જોર લગાતા હે, પથ્થર પાણી બન જાતા હૈ’. પીએમ મોદીનું સંબોધન બધા રસીકરણ કેન્દ્રો સાથે જોડાયેલું હતું. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, પ્રથમ ડોઝ પ્રથમ દિવસે કુલ 3006 રસીકરણ કેન્દ્રો પર ત્રણ લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી અપાશે. વડા પ્રધાન મોદીએ કોરોના સમયગાળાના મુશ્કેલ દિવસોને યાદ કરીને આંખો ભરાઇ આવી હતી

પીએમ મોદીએ કહ્યું કે ભારતે આ રોગચાળા દદરમિયાન જે પગલા લીધા છે તેને આખા વિશ્વએ બિરદાવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ, દરેક સરકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ કેવી રીતે સાથે મળીને વધુ સારી રીતે કાર્ય કરી શકે છે તેનું ઉદાહરણ પણ ભારતે પૂરૂં પાડ્યુ છે. પીએમએ કહ્યું કે ભારતનું રસીકરણ અભિયાન ખૂબ જ માનવ આધારિત અને મહત્વપૂર્ણ સિદ્ધાંતો પર આધારિત છે. જેને તેની સૌથી વધુ જરૂર છે, તે પ્રથમ કોરોના રસી મેળવશે. કોરોના રસીના 2 ડોઝ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે લગભગ એક મહિનાનું અંતર હશે. બીજા ડોઝના માત્ર 2 અઠવાડિયા પછી, તમારું શરીર કોરોના સામે આવશ્યક રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ કરશે.

પીએમ મોદીએ કહ્યું કે આટલા મોટા પાયે ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારનું રસીકરણ અભિયાન ક્યારેય હાથ ધરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે વિશ્વના 100 થી વધુ દેશો એવા છે જેમની વસ્તી 30 કરોડથી ઓછી છે અને ભારત તેના રસીકરણના પ્રથમ તબક્કામાં જ 30 કરોડ લોકોને રસી આપવાનું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top