Vadodara

દુષ્કર્મી દિગ્ગજ આરોપીઓ પોલીસને મળતા નથી કે પછી હાથ ટૂંકા પડે છે?

વડોદરા: ગોત્રી પરપ્રાંતિય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા બે દિગ્ગજ નરાધમોની શહેર પોલીસને ચાર દિવસે પણ ભાળ ના મળતા પોલીસ કામગીરી પર અનેક સવારો ઊઠ્યા છે. પોલીસ ટીમો ઠેર ઠેર દરોડા પાડ્યાનું રટણ કરે છે. પરંતુ આરોપીઓ ગંભીર ગુનો આચાર્યો હોવા છતાં રાજકીય વગ અને પ્રતિષ્ઠા ધરાવતા હોવાથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી જ શકતી નથી. બળાત્કારના કે છડતીના ગુનામાં ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લેતી પોલીસ પરપ્રાંતિય યુવતીના દુષ્કર્મના કેસમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ સુધી પહોંચી શકતી નથી તે ચર્ચા શહેરભરમાં ચર્ચાઈ રહી છે.

પોલીસ ખુદ ઘટના ઉપર ઢાંકપિછોડો કરવા મથતી હોય તેમ લેશમાત્ર ગંભીરતાથી તપાસનો દોર લંબાવતી નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તો બીજીરતફ ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ અશોક જૈને તેના ધારાશાસ્ત્રી દ્વારા પોલીસ વગ અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો. તેમાં નિર્દોષ હોવાનું રટણ કરવા આરોપીએ ફરિયાદી અને આરોપી તમામના નાર્કો તથા લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની માગણી કરતા નવો ફણગો ફૂટ્યો હતો. જોકે, ગુના સંલગ્ન પ્રતિષ્ઠિત કહેવાતા આરોપીઓ સામે બૂટલેગરો અને રાજકીય કનેકશનો પણ ખુલતા આવનારા દિવસોમાં સમગ્ર ઘટનાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવવાની શક્યતા સેવાઈ રહી છે.

પોલીસની ગોકળગાયની ગતિએ ચાલતી તપાસ સાથે પીડિતાએ તો સીધો આક્રોશ વ્યક્ત કરતાં પોલીસ ઉપર ભરોસો જ નથીનું રટણ ચાલુ રાખ્યું હતું. મારી પાસેના પુરાવા રજૂ કરાતા જ પોલીસ આરોપીઓની તપાસના બદલે ભોગ બનનાર ઉપર ઉકળી ઉકળીને ઉલટ તપાસ ચલાવી રહી છે. તેથી જ આરોપીઓના સાગરીતો અગણિત ધમકીઓ દ્વારા ડરાવી રહ્યા હોવાથી જીવ જોખમમાં હોવાના ગંભીર આરોપો કર્યા હતા. જોકે, દુષ્કૃત્ય ગુનામાં લાખો રૂપિયાની લેવડ-દેવડનો મુદ્દો ગાજતા બ્લેક મેઈલિંગ ખંડણી, બળાત્કાર સામસામી ધાકધમકીઓ થતાં સમગ્ર મામલો િફલ્મી સ્ટોરી જેવો રોમાંચક બની રહ્યો છે. જેના કારણે હાઈ પ્રોફાઈલ કેસના પડધા પાટનગર સુધી પડતાં પોલીસ તંત્ર પણ આંશિક અવઢવમાં પડી ચુક્યું છે.

રાજુ ભટ્ટ અને અશોક જૈનને બચાવવા મોટા માથાઓનું સિક્રેટ ઓપરેશન પાર પડાયું?

ખાનગી કોલેજની યુવતી સાથે પાવાગઢ મંદિર ના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  અશોક જૈને રેપ કર્યો હોવાની ફરિયાદ બાદ હાઈપ્રોફાઈલ બની ગયેલા કેસમાં પોલીસની ભૂમિકા સવાલોના ઘેરામાં જ રહી છે પોલીસ હજુ સુધી રાજુ ભટ્ટ કે અશોક જૈન સુધી પહોંચી શકી નથી જોકે ચર્ચા છે કે રાજુ ભટ્ટ અને અને અશોક જૈનને બચાવવા વડોદરાના અનેક મોટા માથાઓ મેદાનમાં આવી ગયા છે  બળાત્કાર ના આરોપીઓને બચાવવા સિક્રેટ રીતે કામ કરી રહ્યાંનું પણ મનાય છે જે પાછળ અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે જેમાં સૌથી વધુ ચર્ચા છે કે રાજુ ભટ્ટનું વડોદરા શહેર-જિલ્લામાં મોટું રોકાણ છે  રાજુ ભટ્ટ વડોદરાના અનેક મોટા પ્રોજેક્ટ સાથે નાણાકીય રીતે સહભાગી છે અને અનેક પ્રોજેક્ટને ફાઇનાન્સ કર્યા હોવાનું પણ કહેવાય છે કેટલીક જમીનોમાં પણ નાણાંકીય લેવડ દેવડ છે કરોડો ફાઇનાન્સ કરનારાને દુષ્કર્મ કાંડમાંથી કેવી રીતે બહાર કાઢવો તે માટે મોટા માથાઓ અંદરખાને તમામ પ્રકારના સમીકરણો અને પાસાઓ ગોઠવી રહ્યા છે રાજકીય ક્ષેત્રમાં પણ રાજુભટ્ટની  બોલબાલા છે અનેક નેતાઓ સાથે રાજુનો ઘરોબો છે તેવામાં બળાત્કાર કાંડ માં રાજુ ભટ્ટ સામે કાર્યવાહી કરવામાં આવે તો કેટલાકના પ્રોજેક્ટને અસર  થઈ શકે છે એટલે   મોટા માથાઓ  સક્રિય બની આખા પ્રકરણ નું ફિલડું વળી જાય તે દિશામાં તાકાત અજમાવી રહ્યાની પણ વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે.

ચાંદી પ્રકરણમાં પણ રાજુ ભટ્ટનું નામ ચગ્યું હતું

વડોદરા સહિત ગુજરાતભરમાં ચકચાર જગાવી મૂકનાર હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કાંડના આરોપી રાજુ ભટ્ટ અને વિવાદોને પરસ્પર નાતો હોય તેમ લાગી રહ્યું છે આ  અગાઉ રાજુ ભટ્ટનું  નામ પાવાગઢ મંદિરના વિવાદિત ચાંદી પ્રકરણમાં પણ ખૂબ ગાજ્યું હતું કરોડો લોકોની આસ્થાના ધામ પાવાગઢ માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓ દ્વારા સોના ચાંદીનો ચઢાવો ચઢાવવામાં આવે છે જોકે આ અંગે કરવામાં આવેલી આરટીઆઇમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં માતાજીને  ચઢાવવામાં આવતી ચાંદીમાં મોટી ઘટ સામે આવી હતી મંદિરમાં  ચઢાવવા આવતી ચાંદીને  ગાળવામાં આવતી હોવાનું પણ ખૂલ્યું હતુ પવિત્ર યાત્રાધામમાં માતાજીને શ્રધ્ધાથી ચઢાવવામાં આવતા ચાંદી ગાળી સગેવગે કરવાના  વિવાદિત પ્રકરણમાં રાજુ ભટ્ટનું નામ પણ જોડાયું હતું  મદિરનો હિસાબ કિતાબ કરતા રજુભટ્ટ સામે આંગળી ચિંધાઈ હતી જોકે ચાંદી પ્રકરણની તપાસ હાલમાં  પણ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક કાંડમાં રાજુ ભટ્ટની સંડોવણીને કારણે મંદિર ટ્રસ્ટ ની વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે

ગોત્રીના દુષ્કર્મ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

પરપ્રાંતિય યુવતી સાથે હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ગોત્રી પોલીસ પાસેથી તપાસ આંચકીને ક્રાઈમ બ્રાંચને સોંપવા પોલીસ કમિશનરે હુકમ કરતાં વધુ સવાલોનો વંટોળ જાગ્યો હતો. ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.આર. ખેરને આગળની તપાસ સોંપાતા ગોત્રીના પીઆઈ સુનિલ સોલંકીની નબળી કામગીરીની ચર્ચા સંભળાઈ હતી. ગુના અંતર્ગત એવું તો શું નીકળ્યું કે, શહેરના એક પીઆઈ પાસેથી તપાસ આંચકીને બીજા પીઆઈને સોંપાઈ? જોકે, ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાતા જ ગણતરીના સમયમાં વહેલી તકે નવાજૂની થાય તે સપાટી પર આવશે.

રાજુ ભટ્ટને ટ્રસ્ટના સેક્રેટરી પદેથી દૂર કરાયાે

પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ટ્રસ્ટી મંડળની હાલોલ રેસ્ટહાઉસ માં બેઠક યોજાઇ હતી. જેમાં વડોદરામાં કોલેજીયન યુવતી પર થયેલા દુષ્કર્મ કેસમાં સંડોવાયેલ રાજુ ભટ્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાવાગઢ મંદિર ટ્રસ્ટને પત્ર લખીને રાજુ ભટ્ટે સેક્રેટરી પદ પરથી રાજીનામુ આપતા મંદિર ટ્રસ્ટની બેઠકમાં રાજુ ભટ્ટનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું હતું. રાજુ ભટ્ટને ટ્રસ્ટી પદેથી દૂર કરવામાં ન આવતાં સવાલો ઊઠી રહ્યા છે. કહેવાય છે કે, ટ્રસ્ટી મંડળમાં રાજુ ભટ્ટનો દબદબો અને ખૌફ છે. પરિણામે ટ્રસ્ટી મંડળના હાથ રાજુ ભટ્ટ ટ્રસ્ટી પદેથી હટાવતાં ધ્રૂજી ગયા હોવાનું પણ મનાય છે. રાજુ ભટ્ટ ટ્રસ્ટ મંડળમાં હિસાબ-કિતાબ સહિત મોટાભાગની કામગીરી સંભાળે છે તેના કારણે પણ તેની ટ્રસ્ટી પદેથી હાંકલ પટ્ટી કરાઈ નથી.

Most Popular

To Top