Charchapatra

શ્રાધ્ધ પક્ષની સાર્થકતા

હિંદુ શાસ્ત્રમાં શ્રાધ્ધ પક્ષ (સરાધીઆ) જે ભાદરવા વદ એકમથી ભાદરવા વદ દશમ સુધી મનાવાય છે, જેમાં સ્વ. માતા-પિતા-વડીલોને મનોમન યાદ કરી, ગોરમહારાજ કે મંદિરમાં સીધું કે કુટુંબીજનોને જમાડી કે સામાજિક સંસ્થામાં અનુદાન આપી માનસિક આત્મસંતોષ થાય છે. આ ઉપરાંત શ્રાધ્ધ પક્ષ એટલે આપણાં પૂર્વજો/વડીલોએ જે સંસ્કાર, સંપત્તિ અને સહકારની મૂડી પણ આપી જ છે, તેને બરકરાર રાખી, આપણો વધુ ઉત્તરદાયિત્વ તથા કુટુંબ અને સમાજ પ્રત્યે સેવા પ્રદાન કરવાનો છે. બીજું શ્રાધ્ધપક્ષ દરમ્યાન ભોજન (દૂધપાક, લાડુ, પુરી વિ.) તથા ભજનનો પણ મહિમા છે. જે દ્વારા કુટુંબીજનો ઘરે એક સાથે બેસી કૌટુંબિક ઐક્યને વધુ ઉજાગર કરી શકે છે. ભોજન પછી કાગવાસ, ગાય/ કૂતરાને પણ ખવડાવીએ છીએ. આ બધું શ્રધ્ધા અને આસ્થા કહી શકાય.
સુરત- દીપક બં. દલાલઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top