Dakshin Gujarat Main

આલીપોરમાં બે ઈસમે મુસ્લિમ મહિલા સાથે ઝપાઝપી કરી

ઘેજ : આલીપોરમાં (Alipor) બે બાળકો ગામની મદ્રેસામાં પઢવાની તાલીમ લેવા માટે જતા હતા. તે સમયે તેમને કેટલાક બાળકો (Children) હેરાન કરી માર મારતા જે અંગે બાળકની માતા (Mother) કહેવા જતા તેને બે ઈસમોએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા ચીખલી પોલીસ મથકે (Police Station) ફરિયાદ (Complaint) નોંધાવા પામી છે.

ચીખલીના આલીપોર ગામે પારડી ફળિયામાં રહેતી ફસીહા ઈમરાન હસન આકુદીના બે બાળકો નબીલ અને હાબીલ આલીપોર ગામે આવેલા મોટા મદ્રેસામાં પઢવાની તાલીમ માટે ગયા હતા. એ સમયે નાનો દીકરો હબીલએ ઘરે આવી તેની માતાને એના મોટાભાઈ નબીલને મદ્રેસામાંથી છુટા થયા પછી કેટલાક છોકરાઓ ખીજવે છે અને મારે છે તેમ જણાવતા બાળકની માતા મદ્રેસામાં જઈ નબીલને હેરાન પરેશાન કરનાર છોકરાઓના માતા પિતાને કહ્યું હતું. જોકે બીજા દિવસે ઐયાઝ ફઝલુદિન કાજી અને ઈલ્યાઝ ફઝલુદિન કાજી આવી બાળકોની માતા ફસીહાબેનને ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા ત્યારે મહોલ્લાના લોકો ભેગા થઈ જતા ત્યાંથી જતા જતા બંને ભાઈ ઐયાઝ કાજી અને ઈલ્યાઝ કાજી ‘તમે બચી ગયા છો બીજીવાર તમને જાનથી મારી નાખીશું’ એવી ધમકી આપી હતી. જે અંગેની ફરિયાદ ફસીહાબેન આકુદીએ ચીખલી પોલીસ મથકે નોંધાવતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે.

ઉમરગામમાં ભગવાન શ્રીરામ વિશે સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી કરનાર ચારની ધરપકડ
ઉમરગામ : ભગવાન શ્રી રામ વિશે સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી પોસ્ટ કરનાર પાંચ વિધર્મી યુવાનો સામે ઉમરગામ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ચાર જણાની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

રવિવારે ઉમરગામ શહેર અને ઉમરગામ તાલુકામાં રામ નવમી પર્વની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીનો તહેવાર ચાલતો હોવાનું જાણવા છતાં ઉમરગામ ગાંધીવાડી સોળસુંબા સંજાણના વિધર્મી યુવાનોએ ભગવાન શ્રીરામ વિશે વાંધાજનક પોસ્ટ ટિપ્પણી અશ્વીલ ગાળાગાળી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હિન્દુઓની લાગણી દુભાવી હતી અને હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાઈ તેવા ઇરાદાથી આ પ્રમાણેનુ કૃત્ય આચર્યું હોવાનું જણાતા ઉમરગામ પોલીસ સ્ટેશનમાં જીવરાજસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે આ ગુનામાં અમન મન્સૂરી, સાહિલ રિયાઝ શેખ, એજાઝ મેરાઝ સૈયદ, સમીર ખાન શરીફુલખાન અને શુભાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ ઉમરગામ પોલીસ સ્ટેશનના પી.આઇ મહેશભાઈએ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top