Dakshin Gujarat

વાપીમાં ફાઈનાન્સના હપ્તા ન ભરવા પડે તે માટે ઈસમે અપનાવી આ રીત

વાપી : વાપી (Vapi) ટાઉન પોલીસની ટીમે (Police team) પેટ્રોલિંગ દરમિયાન ડાભેલ પોલીસ ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી એક શંકાસ્પદ ઈકોવાન નં. GJ-15-CG-5263ને અટકાવી કારના (Car) દસ્તાવેજી કાગળીયા માગતાં ચાલક આપી શક્યો ન હતો. ચાલકેની વધુ પૂછપરછ કરતાં તેણે ફાઈનાન્સના (Finance) હપ્તા નહીં ભરવા પડે તે માટે ખોટા નંબરો લગાવી કાર ફેરવતો હોવાનું જણાયું હતું. પોલીસ આરોપીની ધરપકડ (Arrest) કરી રૂ.2 લાખની ઈકોવાન (Eco Van) કબજે કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

વાપી ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં બનેલા વાહન ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપતા વાપી ટાઉન પીઆઈ બી.જે.સરવૈયાએ વાપી ટાઉન પોલીસ સ્ટાફને મોટર સાઇકલ ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા જરૂરી કાર્યવાહી કરવા જણાવતાં વાપી ટાઉન પો.સ્ટે.ની ડાભેલ પોલીસ ચેકપોસ્ટ ઉપર બપોરે 3 વાગ્યાના અરસામાં દમણ તરફથી આવતા શંકાસ્પદ વાહનોની ચેકીંગ કરતા હતા.

ચેંકીગ સમયે ઇકો કાર નં. GJ-15-CG-5263નો ચાલક રામસીંઘ દેવીચરણસીંઘને રોકી ઇકો કાર ચેક કરી ઇકો કારને લગતા દસ્તાવેજી કાગળોની માંગણી કરી હતી. કાર ચાલક ગલ્લા તલ્લા કરી દસ્તાવેજી કાગળો નહીં હોવાનુ જણાવતા ફરજ ઉપરના પોલીસ કર્મચારીએ તેની પાસેના પોકેટ કોપ મોબાઇલ ફોનમાં ઇકો કારનો રજી. નં. GJ-15-CG-5263 નો ચેક કરતા તેમાં માલિક તરીકે હિરેનભાઇ લીલાઘરભાઇ ભાનુસાલીનું નામ જણાતા ઇકો કારના ચાલકને વિશ્વાસમાં રાખી પુછપરછ કરતા ઇકો કારના ચાલકે તેના માલિકીની ઇકો કારનો સાચો રજી.નં. DD-03-J-1759 નો છે, પરંતુ મહિન્દ્રા ફાયનાન્સના છેલ્લા ત્રણ વર્ષથી ઇકો કારના લોનના હપ્તા ભરેલા નહી હોવાથી અને ફાયનાન્સના કર્મચારી ઇકો કાર કબજે કરવા ફરતા હોવાથી તેઓથી બચવા તેમજ તેઓને ગેરમાર્ગે દોરવા એક માસથી તેની ઇકો કાર ઉપર ખોટો રજી નં. GJ-15-CG-5263ની નંબર પ્લેટ લગાડી ફરતો હતો.

વાપી ટાઉન પોલીસમાં ઇકો કાર તથા કારચાલકને સોપતા ખોટો રજી નંબર GJ-15-CG-5263ની નંબર પ્લેટ તથા ઇકો કાર કબજે કરી કાર ચાલકની વિરૂધ્ધ ફરિયાદ આપતા વાપી ટાઉન પો.સ્ટેમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ વાપી ટાઉન પીઆઈ બી.જ.સરવૈયાએ હાથ ધરી છે.

વાડ જ ચીભડા ગળે : ખેરગામના નડગધરીનો સરપંચ વીજચોરી કરતા ઝડપાયો
ખેરગામ : ખેરગામ તાલુકાના નડગધરીગામના બ્રાહ્મણ ફળિયામાં વીજ કંપની વલસાડ વિભાગની વિજિલન્સની ટીમે સરપંચ મનોજ પટેલના ઘરે છાપો માર્યો હતો. જેમાં ઘરની અગાસી ઉપર સર્વિસ વાયરમાં ક્ટ મારી વીજ ચોરી કરતા સરપંચને ઝડપી પાડી 88,064 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેને લઈ વીજચોરી કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રૂમલા વીજ કંપની પાસેથી મળતી માહિતી મુજબ ખેરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વલસાડ વિભાગની વિજિલન્સની ટીમે વીજ કનેક્શન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ખેરગામના નડગધરી ગામે બ્રાહ્મણ ફળિયામાં આજે વીજ ટીમ વીજ કનેક્શન ચેકિંગ કરી કરતી હતી, તે દરમિયાન નડગધરીના સરપંચ અને નિવૃત કર્મચારી મનોજ બલ્લુ પટેલને ત્યાં વીજ કનેક્શન અને સર્વિસ લાઇન ચેકીંગ દરમિયાન ઘરની અગાસી ઉપર ફીઝ અને ન્યુટ્રલને છોલીને ઘરના વાયરિગમાં જોઈન્ટ કરી મીટરને બાયપાસ કરી વીજ ચોરી કરતા વિજિલન્સની ટીમના હાથે ઝડપાઈ ગયો હતો. વીજ કંપની દ્વારા રૂ. 88,064 નો દંડ ફટકારતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Most Popular

To Top