National

જલગાંવમાં વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવતી ફેકટરી પકડાઇ

પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ગાદલા બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. જ્યાં કાપડ અથવા અન્ય સામગ્રીના સ્થાને વપરાયેલા માસ્કનો ઉપયોગ કરીને તૈયાર કરેલા ગાદલા મળ્યા હતા.

યુનિટના માલિક વિરુદ્ધ પોલીસે તપાસ શરૂ કરીને કેસ દાખલ કર્યો છે. તેમજ ગાદલા બનાવતી ફેક્ટરીના પરિસરમાંથી ફેસ માસ્કના ઢગલા પણ મળી આવ્યા હતા. ત્યાં ચારે તરફ વપરાયેલ માસ્ક પડેલા જોવા મળ્યા હતા. વપરાયેલા માસ્કને સૂચવેલા ધારાધોરણ મુજબ આગ લગાવીને નાશ કરવામાં આવે છે.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે જલગાંવમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી)ના પોલીસ સ્ટેશનને આ રેકેટ અંગે એલર્ટ કરવામાં આવ્યું.એડિશનલ પોલીસ અધિક્ષક ચંદ્રકાંત ગવાલીએ જણાવ્યું હતું કે, જ્યારે અધિકારીઓએ એમઆઈડીસીના કુસુંબા ગામમાં ફેક્ટરીની મુલાકાત લીધી ત્યારે તેમને વપરાયેલા માસ્કથી ભરેલું એક ગાદલું મળી આવ્યું હતું.

એસપી ગવાલીએ જણાવ્યું હતું કે, ફેક્ટરીના માલિક અમજદ અહેમદ મન્સૂરી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ હવે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોનો તપાસ કરી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બૉર્ડ (સીપીસીબી) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, જૂનથી સપ્ટેમ્બર 2020 સુધી કોરોના વાયરસ સંબંધિત 18,000 ટન બાયો-મેડિકલ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ગ્લોવ્સ અને ફેસ માસ્ક હતા.

Most Popular

To Top