Charchapatra

પુરુષ સશક્તિકરણ

સાંભળવા મા જ નવાઈ લાગે ને! પુરુષપ્રધાન સમાજમાં પુરુષ સશકિતકરણની વાત.  આપણા સમાજમાં વર્ષોથી જ સ્ત્રીની સરખામણી પુરુષ કરતા ઓછી આંકવામાં આવતી રહી છે.એ માનસિકતા માંથી જ સ્ત્રીસશકિતકરણ શબ્દની ઉત્પત્તિ થઇ છે.એક સ્ત્રી કે જે પુરુષની જન્મદાત્રી છે એના સશકિતકરણ ની વાત પુરુષ કરે છે.

છેને હાસ્યાસ્પદ! એક તરફ સ્ત્રીને માં અને દેવી નો દરજ્જો આપતી આપણી સંસ્કૃતિ અને પરંપરા તો સાથે એજ સંસ્કૃતિમાં તેને લાચાર,કમજોર અને અબળાના બિરુદ પણ મળે છે.આપણે ત્યાં  પુરુષ કુટુંબનો વડો ગણાય છે એની મુખ્ય બાબત એક એ છે કે આર્થિક ભરણપોષણ ની જવાબદારી મુખ્યત્વે પુરુષના ખભા પર રહેતી આવી છે.

જોકે આજના સમયમાં તો એ વાત પણ ખોટી સાબિત થતી જાય છે.આજે તો સ્ત્રી ઘરની જવાબદારી,બાળકોની જવાબદારી સાથે-સાથે આર્થિક રીતે પણ સધ્ધર થઇ રહી છે. બદલાતા સમયમાં સ્ત્રી પોતાની જાતને બદલીને ઘરની સાથે સાથે નોકરીની જવાદારી પણ હસતા હસતા સંભાળતી થઇ ગઈ છે.

આપણે આસપાસ હજારો સ્ત્રીઓને જોઈએ છીએ કે જેઓ ઓફિસ અને ઘર બન્ને જગ્યાએ ખુબ જ કુશળતાથી બેલેન્સ કરી જાણે છે.પરંતુ આપણે આપણી આસપાસ એવા ખુબ જ ઓછા પુરુષ મિત્રોને જોઈએ છીએ કે જેઓ ઓફિસની સાથે-સાથે ઘરકામ માં થોડી પણ મેહનત કરતા હોય.

હવે તમે જ કહો કે સાચી સશક્તિકરણ ની જરૂર સ્ત્રીને છે કે પુરુષને.જો એક સ્ત્રી બન્ને જગ્યાએ બેલેન્સ જાળવી શકતી હોય તો એક પુરુષ કેમ નહિ? અહીં કોઈને એકબીજા થી ચઢિયાતા કે એકબીજા થી નીચા બતાવવાની વાત જ નથી.વાત માત્ર માનસિકતાની છે.

પુરુષના મુખે જે વારંવાર શબ્દ સંભળાય છે સ્ત્રીસશકિતકરણ એ ખરા અર્થમાં પુરુષને પોતાની વિચારવાની દ્રષ્ટિનું સશકિતકરણ કરવાની જરૂર છે.સ્ત્રી જે જાતે જ સ્વંય સંપૂર્ણ અને સશક્ત છે જ એને આપણે શું સશક્ત કરી શકવાના હતા.

          – કિશોર પટેલ      લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top