Gujarat

પ્રમુખસ્વામી મહારાજના પુરુષાર્થથી સંસ્કારયુક્ત શિક્ષણની જ્યોતિ ફેલાવે છે

અમદાવાદ: વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં (Making Of Nation) શિક્ષણના મહત્ત્વથી પ્રમુખસ્વામી (Pramukh Sawami) મહારાજ સુપરિચિત હતા. તેમાં પણ સંસ્કાર યુક્ત શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમણે વિરાટ કાર્ય આદર્યું હતું. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વસ્તરે ફેલાયેલી અનેક શિક્ષણસેવાઓ વિદ્યાર્થીઓમાં લક્ષણયુક્ત શિક્ષણનું સિંચન કરે છે. 1965 માં વિદ્યાનગર ખાતે પ્રથમ છાત્રાલયની (Hostel) સ્થાપનારૂપી શિક્ષણપ્રવૃત્તિનું નાનું બીજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિશાળ વટવૃક્ષ બની ગયું છે.

મુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્ય
આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવ્યું હતું. જ્ઞાનવત્સલ સ્વામીએ ‘સંસ્કારયુક્ત શિક્ષણનો યજ્ઞ પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ શિક્ષણસેવાઓ વિષે વક્તવ્ય આપ્યું હતું, ત્યારબાદ ‘સંસ્કારયુક્ત શિક્ષણનું અભિયાન પ્રમુખસ્વામી મહારાજ ‘ વિષયક વિડિયો દર્શાવવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન (મણિપાલ યુનિવર્સિટી)ના ચેરમેન પદ્મશ્રી ટી. વી. મોહનદાસ પાઇ, લોકસભાના સાંસદ રમેશભાઈ ધડૂકે આજના કાર્યક્રમમાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સ્વામી મહારાજના આ સૂત્રને અનેક હરિભક્તોએ ચરિતાર્થ કર્યું
પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોનાં જીવનમાં પરિવર્તન કર્યું છે. ખોટા રસ્તે જતાં અટકાવ્યા છે. ચારિત્ર્ય દૃઢ કરવાની શીખ આપી છે. બીજાના સુખમાં આપણું સુખ, પ્રમુખ સ્વામી મહારાજના આ સૂત્રને અનેક હરિભક્તોએ ચરિતાર્થ કર્યું છે. ત્યારે પ્રમુખ સ્વામીના આશીર્વાદથી હરિભક્તો અને સાધુસંતનાં જીવનમાં શું પરિવર્તન આવ્યું.

Most Popular

To Top