Dakshin Gujarat

ખાણખનીજ વિભાગે પકડેલી રેતીની ટ્રકો માફિયાઓ લઈને ભાગી છુટ્યા

બીલીમોરા : જિલ્લા ખાણખનીજ (Mailing) કચેરીને (Office) મળેલી ફરિયાદ બાદ બીલીમોરા (Billimora) નજીકના પોસરીમાં થતા ગેરકાયદેસર (Illigal) રેતી ખનનને (Send Maining) અટકાવવા ગયેલા કચેરીના માણસો ઉપર રેતી માફિયાઓએ હુમલો કરીને ઢોર માર્યો હતો. તે સાથે સુપરવાઇઝરનો મોબાઇલ ફોન પણ ઝુંટવી લઈને પકડેલી રેતીની ટ્રકો બળજબરીપૂર્વક લઈને ભાગી છુટતા પાંચ સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.રેતી માફિયાઓએ અધિકારીઓને માર મારી ફોન પણ આચકી લેતા પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રેતી ભરેલી ટ્રકો પાસે કોઈ પાસ કે પરમિટ ન હતી

જિલ્લા ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા માઈન્ડ સુપરવાઇઝર કમલેશ મગન આલ, સિક્યુરિટી ગાર્ડ સરોજ ગજેન્દ્ર પારી, નીતિન દોલતસિંહ રાઠોડ અને ડ્રાઇવર નીતિશકુમાર ગોવિંદ પટેલને અધિકારીઓ તરફથી મળેલી સૂચના મુજબ પોસરી પાસે ચાલતી ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિને અટકાવવા ગયા હતા. ત્યારે ગોયન્દી ભાઢલા પાસે તેઓએ રેતી ભરેલી બે ટ્રક અટકાવી હતી. જ્યાં પાછળથી બીજી બે ટ્રકો પણ આવતા તેને અટકાવી હતી. રેતી ભરેલી ટ્રકો પાસે કોઈ પાસ કે પરમિટ ન હતી. જેથી ચારમાંથી એક ટ્રકનો ડ્રાઇવર ભાગી છૂટ્યો હતો. આ દરમિયાન માઈન્ડ સુપરવાઇઝર અને ફરિયાદી પરેશકુમાર નારાણ સોલંકીએ ટ્રકોના ફોટા મોબાઈલમાં પાડી લીધા હતા અને કંટ્રોલરૂમ 100 નંબરને જાણ કરવા માટે તેઓએ કોશિશ કરી પણ કંટ્રોલનો ફોન લાગ્યો ન હતો.

ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઉપર હુમલો
પરેશકુમાર સોલંકીને ડાબા હાથની કોણીના ભાગે ડાબા હાથની હથેળી તથા કાંડાના ભાગે અને ડાબા પગના ગોઠણના ભાગે ઇજા પહોંચાડીને બંને ટ્રકો લઈને ભાગી ગયા હતા. આવેલા પાંચ જણાએ ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઉપર હુમલો કરીને પકડેલી ગેરકાયદેસર રેતીની ટ્રકો લઈને નાસી જતી વખતે અધિકારીનો ફોન પણ લેતા ગયા હતા. ફરિયાદી પરેશકુમાર સોલંકી આગળ જતા ધોલાઈ ત્રણ રસ્તે પોલીસથી જીપ ઊભી હતી. જેઓને બનાવની જાણ કરતા બનાવ બીલીમોરાની હદનો હોવાથી બીલીમોરા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ભૂસ્તર કચેરીના કર્મચારીઓની ફરજમાં અડચણ ઊભી કરી
બીલીમોરા પોલીસે અધિકારીઓની મદદ આવી તેઓની સારવાર કરાવી હતી. ભૂસ્તર કચેરીના કર્મચારીઓની ફરજમાં અડચણ ઊભી કરી તેઓ દ્વારા પકડવામાં આવેલી ગેરકાયદેસર રેતીની ટ્રકોને લઈને ભાગી જવા સાથે તેમનો ફોન પણ ઝુંટવી લઈને ભાગી જતા અધિકારી પરેશ કુમાર નારાયણ સોલંકીએ શૈલેષ ઓડ, જીતુ ઓડ અને પ્રવીણ ઓડ સાથે બીજા બે અજાણ્યા વિરુદ્ધ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top