Gujarat

ઓફિસમાં જ સેક્સ! આણંદના કલેકટર સસ્પેન્ડ, CM દ્વારા તપાસના આદેશો કરાયા

ગાંધીનગર: ઓફિસમાં (Office) જ સેક્સ (Sex) માણતાં હોવાના વાઈરલ થયેલા વિડીયોને (Video) કારણે આણંદના કલેકટર ડીએસ ગઢવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા હતા અને આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓ મિલિન્દ બાપનાને સોંપાયો હતો. આ વાઈરલ વિડીયોમાં એક મહિલા હોવાને કારણે મુખ્યમંત્રી દ્વારા મહિલા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરતી તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ તપાસ કમિટીમાં અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશ્નર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે.

તાજેતરમાં જ રાજ્યના એક જિલ્લાના કલેકટરની વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર ફરતી થઈ હોવાની વાત બહાર આવી હતી. આ ક્લિપ સરકાર સુધી પહોંચતા તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ ક્લિપ આણંદના કલેકટર ડીએસ ગઢવીની હોવાની ખબર પડતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પુરાવાના આધારે તાત્કાલિક ધોરણે આણંદના કલેકટર ગઢવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આણંદ કલેકટરની ઓફિસમાં આ મામલે હોટ ચર્ચા ચાલી રહી હતી. એટલું જ નહી તેમાં તોડ થયો હોવાની વાતો પણ બહાર આવી હતી. તાજેતરમાં રાજ્ય સરકારે આણંદના અધિક નિવાસી કલેકટર કેતકી વ્યાસની પણ બદલી કરી દીધી હતી.

રાજ્યભરમાં સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલી વીડિયો કલિપીંગમાં સેકસલીલા તો આણંદ કલેકટરની ચેમ્બરની અંદર, કલેકટરની ખુરશીથી બે કે અઢી ફૂટના અંતરે જ ઊભા ઊભા એક વ્યકિત્ત સેકસ લીલા કરતો જોવા મળ્યો છે. આ મહિલાએ જ પોતાના આગળના ભાગના કપડા ઊંચા કર્યા હતા. થોડી વાર પછી તે વ્યક્તિ કલેકટરની ચેર પર બેસી જાય છે, ત્યારબાદ લાંબી ચર્ચાના અંતે તે મહિલા બહાર નીકળી જાય છે. આ વીડિયો ક્લિપમાં કોણ છે, તેની હવે સરકાર દ્વારા તપાસ કરાશે. જો કે ઓફિસની અંદરના સરકારી કેમેરામાં જ આ ઘટના કેદ થઈ ગઈ છે, એટલે અંદરના જ કોઈ જાણભેદુએ આ ક્લિપ લીક કરી હોવાની આશંકા છે. વીડિયો ક્લિપિંગમાં કઈ વ્યક્તિ છે, તેની ‘ગુજરાતમિત્ર’ કોઈ પુષ્ટિ કરતું નથી. પરંતુ તે વ્યક્તિ આણંદના કલેકટર ગઢવી જ હોવાની ચર્ચા ચાલી રહી છે.

હું તપાસમાં સપોર્ટ કરીશ: આણંદના કલેકટર ડીએસ ગઢવી
સસ્પેન્શન અંગે આણંદના કલેક્ટર ડી. એસ. ગઢવીએ એવું જણાવ્યું હતું કે, મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનો કોઈ જ સત્તાવાર આદેશ મને મળ્યો નથી. આ કઈ વિડીયો ક્લિપની વાત છે તે પણ મને ખબર નથી પરંતુ જે વિડીયો હશે તે, હું તપાસ કમિટીને પુરતી મદદ કરીશ.

Most Popular

To Top