Vadodara

કિશનવાડી વિસ્તારમાં વધુ એક મહિલાને રખડતા ઢોરે અડફેટમાં લેતાં ગંભીર ઈજા

વડોદરા : વડોદરા શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ મી જુને વડોદરા સંસ્કારી નગરીમાં એરપોર્ટ સર્કલથી લેપ્રસી મેદાન સુધીની રોડ પર રખડતા ઢોરો દેખાતા નહોતા જયારે આજ રોજ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રખડતા ઢોર એક મહિલાને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેને લઈને તેમને સારવાર અર્થે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

થોડા સમય અગાઉ રખડતા ઢોરને લઈને કેટલાક ઢોરવાળા શીલ કરવામાં આવ્યા હતા અને કેટલાક પશુ પલકો પર કેશ પણ કરવામાં આવ્યા હતા. અત્યારે થોડા સમય અગાઉ જ ગોરવા વિસ્તારમાંથી પશુ પાલકે ઢોર છોડાવીને ભાગી હતા. આમ રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. જોકે પાલિકા દ્વારા કામગીરી પણ કરવામાં આવી હતી પરંતુ જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોવાથી કામગીરી ઠપ્પ થઇ ગઈ હતી.

આમ આજ રોજ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં વધુ એક રખડતા ઢોરે એક મહિલાને અડફેટે લીધા હતા. જેમાં ઢોર પાર્ટી અને પશુ પાલકોની રેસ ની જેમ દોડી રહેલા ઢોરે મહિલાને અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમ્યાન મહિલાને માથાના ભાગે નવ ટકા લેવામાં આવ્યા હતા. આમ પાલિકા તંત્ર અને પશુ પાલકો સામે મહિલાના પરીવારજનોએ રોષ દાખવ્યો હતો.
ગંભીર ઘટના હશે તો અમે ઢોરવાડા શીલ કરીશું
આ ઘટનાને લઈને ઈજાગ્રસ્ત મહિલાએ પશુ પાલકો વિરુદ્ધ પોલીસ કેસ કરવો જોઈએ અને અમે પોલીસને પણ જાણ કરેલી જ છે કે આવી ઘટનામાં તરતજ એક્શન લેવા જણાવ્યું જ છે. અમે પણ મહિલાને મળીને પોલીસ કેસ કરવાનું જણાવીશું. -કેયુર રોકડીયા , મેયર

Most Popular

To Top