National

મહારાષ્ટ્ર: નાગપુરની સોલાર કંપનીમાં મોટો વિસ્ફોટ, 9નાં મોત

મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં એક સોલાર કંપનીમાં (Solar Company) અચાનક મોટો વિસ્ફોટ (Blast) થતાં 9 લોકોના કરૂણ મોત (Death) થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ (Injurd) થયા છે. આ વિસ્ફોટ આજે એટલે કે 17 ડિસેમ્બર રવિવારે સવારે 9.00 વાગ્યાની આસપાસ થયો હતો. આ વિસ્ફોટ (Blast) બજારગાંવ વિસ્તારમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝના કેસ્ટર બૂસ્ટર યુનિટમાં થયો હતો.

મળતી માહિતી મુજબ આ સોલાર કંપની નાગપુરના અમરાવતી રોડ પર આવેલા બજાર ગામમાં આવેલી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે રવિવારે સવારે 9 વાગ્યે વિસ્ફોટકો પેક કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ ખૂબ જ તીવ્ર હતો જેના કારણે ત્યાં હાજર કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમજ આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. તેમજ આ આંકડો વધી શકે તેવી સંભાવના છે.

ઘટના વિષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના ‘X’ એકાઉન્ટ માહિતી આપી હતી કે નાગપુરના સોલર ઈન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટને કારણે છ મહિલાઓ સહિત નવ લોકોના મોત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ત્યારે રાજ્ય સરકાર આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપશે.

વધુમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘નાગપુરમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં વિસ્ફોટમાં 6 મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું મૃતકોને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ એક એવી કંપની છે જે સંરક્ષણ દળો માટે ડ્રોન અને વિસ્ફોટકો બનાવે છે. નાગપુર કલેક્ટર અને પોલીસ અધિક્ષક સતત સંપર્કમાં છે. તેમજ આઈજી, એસપી, કલેક્ટર પોતે સ્થળ પર છે. તેમજ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને રાજ્ય સરકાર 5 લાખ રૂપિયાની સહાય આપશે. જેને મુખ્યમંત્રી એકનાથરાવ શિંદેએ મંજૂરી આપી છે.

Most Popular

To Top