National

સુરત બાદ વારાણસી પહોંચ્યા મોદી, વિકસીત ભારતનો લીધો સંકલ્પ

વારાણસી: પ્રધાન મંત્રી (PM Modi) આજે બે દિવસીય પ્રવાસે નિકળ્યા છે. આજે સવારે 11:30 કલાકે તેઓ સુરત (Surat) આવ્યા હતાં. ત્યારે તેમણે વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું (Diamond Burse) ઉદ્દઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેઓ વારાણસી (Varanasi) પહોંચ્યા હતાં. ત્યાં સીએમ યોગી આદિત્યનાથ અને યુપીના ગવર્નર આનંદીબેન પટેલે પીએમનું સ્વાગત (Welcome) કર્યું હતું. તેમજ આ પ્રસંગે વડાપ્રધાને દિલ્હી-વારાણસી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત, વડાપ્રધાન અહીં લગભગ 19,150 કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન (Inauguration) અને શિલાન્યાસ કરશે.

PM મોદીએ ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન કાશિમાં સંબોધન કરતા કહ્યું કે દેશના તમામ લોકો વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી તેમાં ભાગ લેવો એ મારી ફરજ હતી. તેથી હું પણ આજે તમારા સાંસદ તરીકે જ નહીં પરંતુ તમારા સેવક તરીકે આવ્યો છું.

સરકાર જે પણ સ્કીમ બનાવે છે તે સ્કીમ લોકો સુધી કોઈપણ મુશ્કેલી વિના પહોંચવી જોઈએ. તે માટે જનતાએ સરકારની આસપાસ દોડવાની જરૂર નથી. સરકારે સામેથી કામ કરવું જોઈએ. હજુ પણ ઘણા લોકોને યોજનાનો લાભ મળ્યો નથી. તેથી અમે નક્કી કર્યું કે અમને આ વિષયે ખબર પડશે તો તમામ હિસાબ પણ માંગવામાં આવશે. આ પ્રવાસ મારી કસોટી છે. હું તમારી પાસે જાણવા માંગુ છું કે કામ થયું કે નહીં.

વધુમાં વડા પ્રધાને કહ્યું હતું કે હું ભારતમાં આઝાદી માટે કામ કરી રહ્યો છું તેનો દરેક ભારતીય નાગરીક સાક્ષી છે. ભારત માંથી અંગ્રેજો ભાગી ગયા છે. માટે હાલ આપણે સૌ વિચારીએ છીએ કે આપણે દેશને આગળ લઈ જવાનો છે. જો આજે તમે આઝાદીનું અને વિકસીત ભારતનું આ બીજ વાવો છો તો આ વટવૃક્ષ તમારા બાળકોને 2047માં જ ફળ આપશે.

જો તમે વિકસીત ભારત માટે મન બનાવી લો તો મંઝિલ દૂર નથી. આ રાજકીય કાર્ય નથી. પરંતુ દરેક વ્યક્તિનું છે. હું વડાપ્રધાન છું પરંતુ મને ખુશી છે કે હું આજે આ મુલાકાત માટે હું આવ્યો છું. જો ઘરમાં પૈસા ઓછા હોય તો આપણે બાળકોની ઈચ્છા પૂરી કરી શક્તા નથી. તેવી જ રીતે દેશને પણ પૈસાની જરૂર છે. જેની આજે ભારત પાસે શક્તિ છે. તમે મને દેશનું કામ સોંપ્યું છે. તેમજ મહાદેવની કૃપાથી હું આ કામ ચોક્કસ પૂર્ણ કરીશ. આ સાથે જ વિકસિત ભારત માટેના સંકલ્પને તમે મજબૂત બનાવો મને તેવી અપેક્ષા છે.

હવે આવતી કાલે એટલે કે 18 ડિસેમ્બરે વડાપ્રધાન વારાણસીના ઉમરામાં નવનિર્મિત સ્વરવેદા મહામંદિરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ મહામંદિરના ભક્તોને સંબોધન પણ કરશે. ત્યાર બાદ વડાપ્રધાન તેમના સંસદીય ક્ષેત્રના ગ્રામીણ વિસ્તાર સેવાપુરીમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. કાશી સંસદ સ્પોર્ટ્સ કોમ્પિટિશન 2023માં ભાગ લેનારાઓની કેટલીક રમતગમત જોયા પછી તેઓ ઇવેન્ટના વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે. તેમજ આ કાર્યક્રમ દરમિયાન તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે.

Most Popular

To Top