Sports

સરકારને 5 દિવસનું અલ્ટીમેટ યાદ અપાવી કુશ્તીબાજોનાં સમર્થનમાં ખાપ મહાપંચાયતમાં મુકાયા આ પ્રસ્તાવો

નવી દિલ્હી: મહિલા કુશ્તીબાજોને (Wrestlers) ન્યાય આપવા માટે ગુરુવારે મુઝફ્ફરનગરના સોરમમાં સર્વખાપની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરેશ ટિકૈતે ફરીવાર સરકારને 5 દિવસના અલ્ટીમેટની યાદ અપાવી હતી અને તેમણે કહ્યું જો આગામી 5 દિવસમાં આ મુદ્દે કોઈ ઉકેલ ન આવશે તો કંઈ પણ થઈ શકે છે. મુઝફ્ફરનગરની ખાપ પંચાયતમાં રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના ખાપના નેતાઓએ પણ હાજરી આપી હતી. પંચાયની અનુમતિથી કુરુક્ષેત્રમાં હજુ એક બેઠક બોલાવવાની વાત કરવામાં આવી છે. જેનાં પછી જ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે. મુઝફ્ફરનગરની ગુરુવારે મળેલી ખાપ બેઠકમાં કેટલાક પ્રસ્તાવો (Propositions) પણ મૂકવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ,

  1. મેડલ ગંગાજીમાં વહાવવાને બદલે કુશ્તીબાજોએ આંતરરાષ્ટ્રીય કુસ્તી મહાસંઘ પાસે તેની હરાજી કરાવી જોઈએ.
  2. ખાપના વડાઓની એક સમિતિ રચવી જોઈએ જે ભવિષ્યમાંકુશ્તીબાજો સામે વિરોધ કરવા માટે મુખ્ય સંસ્થા તરીકે કામ કરશે.
  3. એક પ્રતિનિધિમંડળ નક્કી કરવામાં આવશે જે કુશ્તીબાજોનો પક્ષ લેશે અને રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી પાસે જશે અને તેમની વાત મૂકશે.
  4. દેશવ્યાપી આંદોલન કરવાની તૈયારી કરવામાં આવશે.
  5. મહાપંચાયતે દિલ્હીની સરહદોને ફરીથી જામ કરવાની વાત પણ કહી છે.
  6. કુરુક્ષેત્ર મહાપંચાયત તરફથી અંતિમ નિર્ણય સંભળાવવામાં આવશે.

3 જૂનના રોજ ગઠવાલ ખાપે કુશ્તીબાજોનાં મુદ્દે લિસાધ જિલ્લાનાં શામલીમાં બપોરે 1 વાગ્યે ખાપ પ્રતિનિધિઓની બેઠક બોલાવી છે. આ બેઠક પછી નક્કી કર્યા મુજબ જ અગાઉની રણનીતિ જાહેર કરવામાં આવશે. ખાપ પંચાયત અને સામાજિક સંસ્થાઓ આ બેઠકમાં ભાગ લેશે. ખાપના મુખ્યા તરફથી કહેવામાં આવ્યું છે કે કુશ્તીબાજોને જંતર-મંતર પરથી બળજબરી પૂર્વક હટાવવામાં આવ્યા છે. ભારત સરકાર પણ કુશ્તીબાજોના આ મુદ્દે કોઈ પગલા લઈ રહી નથી. જેના કારણે આ મુદ્દો હવે સમાજ માટે ગંભીર બની ગયો છે. બાબા રાજેન્દ્ર સિંહ મલિકે એક તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે જેમાં ખાપ પંચાયત અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે.

Most Popular

To Top