National

છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયએ મુખ્યમંત્રીના શપથ લીધા, અરુણ સાવ-વિજય શર્મા ડેપ્યુટી સીએમ બન્યા

છત્તીસગઢ: છત્તીસગઢના (Chhattisgarh) આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયએ (Vishnudev Sai) આજે ​​એટલે કે 13મી ડિસેમ્બરે નવા મુખ્યમંત્રી (CM) તરીકે શપથ લીધા. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા વિષ્ણુદેવ સાય છત્તીસગઢના ચોથા મુખ્યમંત્રી બન્યા. સીએમ બાદ અરુણ સાવ અને વિજય શર્માએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.

જ્યારે અરુણ સાવએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. અરુણ સાવ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સાંસદ બન્યા હતા. તે જ સમયે ગયાને લોર્મી વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી હતી, જ્યાં સાવની જીત થઈ હતી. વિજય શર્માએ બીજા ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. કવર્ધાના ધારાસભ્ય વિજય શર્માને ડેપ્યુટી સીએમ બનાવ્યા બાદ શહેરમાં ફટાકડા ફૂટી રહ્યા છે. દિવાળી જેવો માહોલ સર્જાયો છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય શર્માએ કોંગ્રેસના વરિષ્ઠ મંત્રી મોહમ્મદ અકબરને 40 હજાર મતોથી હરાવ્યા હતા.

મધ્યપ્રદેશમાં મોહન યાદવે શપથ લીધા

ભોપાલ(Bhopal): લાંબી રાહ બાદ બુધવારે મધ્યપ્રદેશને (MP) નવા સીએમ (CM) મળ્યા. મોહન યાદવે (MohanYadav) મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ (Oath) લીધા. તેમના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી(PMModi), અમિત શાહ (AmitShah) , જેપી નડ્ડા (JPNadda) ઉપરાંત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના (BJP) ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. મોહન યાદવની સાથે બંને ડેપ્યુટી સીએમએ પણ શપથ લીધા હતા.

મોહન યાદવે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 11.30 વાગ્યે સીએમ તરીકે શપથ લીધા. તેમની સાથે રાજેન્દ્ર શુક્લા (RajendraShukla) અને જગદીશ દેવરાએ (JagdishDevra) ડેપ્યુટી સીએમ (DyCM) તરીકે શપથ લીધા હતા. જ્યારે છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈ અને બે ડેપ્યુટી સીએમ બપોરે 2 વાગ્યે સીએમ તરીકે શપથ લેશે.

ભોપાલના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નેડ્ડા હાજર રહ્યા હતા. આ સિવાય યુપીના સીએમ યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

Most Popular

To Top