Gujarat

વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું આપતા લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના રાજકારણમાં ખળભળાટ

ગાંધીનગર (Gandhinagar) : રાજ્યના રાજકારણમાં (Politics) મોટી ઉથલપાથલ થઈ છે. વિસાવદરના (Visavadar) ધારાસભ્ય (MLA) ભૂપત ભાયાણીએ (BhupatBhayani) આમ આદમી જનતા પાર્ટી (AAP) સાથેનો છેડો ફાડ્યો છે. ધારાસભ્ય પદ પરથી પણ ભાયાણીએ રાજીનામું (Resignation) આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી ભાજપમાં (BJP) જોડાવાના સંકેત આપ્યા છે.

આજે સવારે ભૂપત ભાયાણી વિધાનસભાના સ્પીકરને રાજીનામું આપવા પહોંચ્યા હતા. સ્પીકર શંકર ચૌધરીએ ભાયાણીનું રાજીનામું મંજૂર કર્યું હતું. ભાયાણીના રાજીનામાના પગલે વિસાવદર વિધાનસભાની ચૂંટણી ફરી યોજવી પડશે. આગામી છ મહિનામાં વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી થશે. તે સાથે જ વધુ એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી અટકળો આવી છે. હવે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય જ રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલાં ભૂપત ભાયાણી ભાજપમાં હતાં. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાયાણી વિસાવદરમાંથી આપ તરફથી લડી જીત્યા હતા. ભાયાણી આ બેઠક પરથી 66 હજાર વોટથી જીત્યા હતા. જ્યારે હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી ટિકીટ આપવામાં આવી હતી. જોકે, હર્ષદ રિબડિયા હારી ગયા હતા.

ઈસુદાન ગઢવીએ જનતાની માફી માંગી
ભૂપત ભાયાણીના રાજીનામાની ઘટનાને ગુજરાત આપના ઈસુદાન ગઢવીએ (IsudanGadhvi) દુ:ખદ ઘટના ગણાવી છે. ગઢવીએ કહ્યું કે, આ ઘણી જ દુ:ખદ ઘટના છે. આપણે વિસાવદરની જનતા પર ચૂંટણી થોપી બેસાડી છે. મને એ વાતનું દુ:ખ થઈ રહ્યું છે કે આપમાં પણ આવા લોકો છે. પ્રજાએ તેમને મેન્ડેટ આપ્યો હતો. ભાયાણીની કોઈ મજબૂરી રહી હોવી જોઈએ. ચૂંટણી બાદ પણ ભૂપત ભાયાણી પર દબાણ ઉભું કરાયું હતું.

હું વિસાવદરની જનતા પાસે માફી માગુ છું. કદાચ અમારાથી ઉમેદવાર પસંદ કરવામાં ભૂલ થઈ ગઈ હશે. આજ જનતા આપને ફરીથી ચૂંટી ભાજપને જાકારો આપશે તેવો મને વિશ્વાસ છે.

Most Popular

To Top