SURAT

સુરતના વેપારીએ ઉધારમાં બીડી આપવાની ના પાડી તો માનસિક બીમાર યુવકે ચપ્પુ મારી દીધું, અને..

સુરત:(Surat) ઉધનામાં એક યુવકે કરિયાણાની દુકાનમાં જઇ કરિયાણાના વેપારીને (Trader) કહ્યું કે, હું સાગર માનસિક બીમાર (Mad) છું, ઉધારીમાં બીડી (Cigarette) આપો. વેપારીએ બીડી નહીં આપતાં તેને ચપ્પુ મારીને રૂ.13 હજાર રોકડા તેમજ કાનની સોનાની બુટ્ટી સહિત રૂ.26 હજારની મતા લૂંટી (Robbery) લેવાઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઉધનાના ભીમનગર આવાસમાં રહેતા દેવીલાલ ભેરૂલાલ કુમાવત (ઉં.વ.૨૫) ઘરમાં જ કરિયાણાની દુકાન ચલાવે છે. ચાર દિવસ પહેલાં એક યુવક તેમની દુકાને બીડી લેવા માટે આવ્યો હતો. યુવકે ઉધારીમાં બીડી આપવાનું કહ્યું હતું. પરંતુ દેવીલાલે બીડી નહીં આપતાં યુવકે કહ્યું કે, હું સાગર માનસિક બીમાર છું, તમે મને ઉધાર નહીં આપશો..? કહીને પેટના ભાગેથી ચપ્પુ કાઢી દેવીલાલને મારી નાંખવાની ધમકી આપી રૂ.5 હજાર રોકડા, ગલ્લામાંથી 8 હજારનો વકરો, એક મોબાઇલ ફોન તેમજ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી મળી કુલ રૂ.26 હજારની મતાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ બાબતે દેવીલાલભાઇએ ઉધના પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે સાગર ઉર્ફે સાગર માનસિક દશરથ (રહે.,ઠાકોરનગર, ડિંડોલી)ની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા અસામાજિક તત્ત્વો ઉપર સકંજો કસતી એસઓજી
સુરત: એસઓજી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં એસઓજીએ ચોકબજાર, પાંડેસરા અને લિંબાયતમાંથી છરી, ચપ્પુ અને તલવાર લઈને ફરતા 7 જણાને ઝડપી પાડ્યા હતા.

શહેરમાં હાલ પોલીસ કમિશનર દ્વારા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે જે તે પોલીસ સ્ટેશન તથા ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની પણ સૂચના આપવામાં આવી છે. એસ.ઓ.જી. પીઆઈ આર.એસ.સુવેરા તથા પીએસઆઈ વી.સી.જાડેજાએ હથિયાર બંધીના જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા તથા અસમાજિક તત્વો ઉપર સંકજો કસવા માટે જાહેરમાં હથિયારો લઈ ફરતા ટપોરી તત્વોને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી હતી. ટીમો દ્વારા શહેરના અસરગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. દરમિયાન ચોકબજાર, પાંડેસરા તથા લિંબાયત વિસ્તારમાં જાહેરમાં છરી, ચપ્પુ તથા તલવાર જેવા ઘાતક હથિયારો લઈ ફરતા 7 જણા મળી આવ્યા હતા. જેમની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હથિયાર બંધીના જાહેરનામાના ભંગ અંગેના ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી મોહીત પટેલની સામે પાંડેસરામાં બે અને ખટોદરામાં બે ફરિયાદ અગાઉ પણ નોંધાઈ હતી.

Most Popular

To Top