SURAT

સુરતની પીપોદરા GIDCની કંપનીમાં ભીષણ આગ, દુર દુર સુધી આગના ધુમાડા દેખાયા

સુરત: સુરત(Surat)ની પીપોદરા(Pipodara) GIDCમાં આવેલી પ્લાસ્ટિકનાં દાણા બનાવતી ફેકટરી(Factory)માં આગ (Fire)લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. કંપનીમાં આવેલા વેસ્ટેજ ગોડાઉનમાં આ આગ લાગી હતી. બનાવની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આગ એટલી ભીષણ હતી કે 4 કિલોમીટર દુર સુધી આગમાં ધુમાડા દેખાઈ રહ્યા હતા. આ આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

  • પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકનાં દાણા બનાવતી ફેકટરીમાં આગ
  • કંપનીના વેસ્ટેજ ગોડાઉનમાં લાગી આગ
  • દુર દુર સુધી આગના ધુમાડા દેખાયા
  • આગ કાબુમાં આવી, કુલીંગની કામગીરી શરૂ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પીપોદરા જીઆઇડીસીમાં આવેલી પ્લાસ્ટીકના દાણા બનાવતી કંપનીના વેસ્ટેજ ગોડાઉનમાં લાગી ગઈ હતી. જેના પગલે આસપાસનાં વિસ્તારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગી હોવાની જાણકારી મળતા સમગ્ર જિલ્લા અને કામરેજ સહિતની ફાયર વિભાગની ગાડીઓ આગ ઉપર કાબૂ મેળવવા માટે પહોંચી હતી. આ ઉપરાંત સુરત જિલ્લાની તમામ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ અન્ય ખાનગી કંપનીઓની ગાડીઓ પણ આગ ઉપર કાબૂ મેળવવા માટે ઘટના સ્થળ પર પહોંચીને કામગીરીમાં જોતરાઈ ગઈ હતી. લગભગ સવારે લાગેલી આ આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઉપરાંત પવનની ગતિ વધારે હોવાના પગલે આગને કાબુમાં લેવામાં તકલીફ પડી હતી.

4 કિલોમીટર દુર સુધી આગમાં ધુમાડા દેખાયા
આગ એટલી ભીષણ હતી કે, ત્રણથી ચાર કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા.આગ જોત જોતામાં એટલી પ્રસરી હતી કે, આખા ગોડાઉનને લપેટમાં લઇ લીધું હતું. સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. ફાયર વિભાગે પર કાબુ મેળવી લીધો છે. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં કંપનીમાં કુલીંગની કામગીરી ચાલી રહી છે. આ આગ કયા કારણોસર લાગી તેમજ આજ્ઞા પગલે કેટલું નુકશાન થયું તે મામલે સર્વે હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top