Gujarat

પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવાના કાયદાની જોગવાઇ ચકાશે

ગાંધીનગર : રાજયમાં ઉત્તર ગુજરાત સહિત વિવિધ ભાગોમાં લવ જેહાદને રોકવા માટે સરકાર માતા – પિતાની મંજૂરી ફરજિયાત બનવવાની વિચારણા કરી રહી છે. આ મુદ્દે સરકાર હવે કાનુની જોગવાઈ પણ ચકાસી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના એક કાર્યક્રમમાં મંચ પરથી કહ્યું કે સરકાર પ્રેમલગ્નમાં માતાપિતાની મંજૂરી ફરજિયાત કરવા માટે વિચારી શકે છે.

પાટીદાર સમાજના અગ્રણીઓએ આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી કે, ઘણી વખત યુવતીઓને લલચાવીને પ્રેમલગ્ન માટે ફસાવવામાં આવે છે અને તેની પાછળ નાણાકીય કારણો પણ જવાબદાર હોય છે. મુખ્યમંત્રીએ એવી ખાતરી આપી હતી કે સરકાર આ બાબતે કાનૂની જોગવાઈ ચકાસી લઈને તેના પર વિચારણા કરશે.

સુપ્રીમ કોર્ટના વખતો વખતના મહત્વના ચુકાદાઓમાં એવું ઠરાવવામાં આવ્યું છે કે, પુખ્તવયની બે વ્યક્તિ લગ્ન કરવા માગતી હોય તો તેને તેમ કરવાનો અધિકાર છે. તેમાં તેના પરિવારોની સહમતી જરૂરી નથી. રાજય સરકારના કેબીનેટ પ્રવકત્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ આખો મુદ્દો સંવેદનશીલ છે એટલે લોકોની લાગણી તથા તથા કાયદાકિય જોગવાઈ ચકાસીને તેના વચ્ચે સમતોલન જળવાય તે રીતે સરકાર વિચારણા કરશે.

Most Popular

To Top