Business

અપીલને અમલી બનાવીએ, દેશહિત સાથે સ્વહિત સાધીએ

પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ બંધ કરીને પગપાળા ચાલો કે સાયકલિંગ કરો એ તમારા સ્વાસ્થ્ય માટે બહુ સારી વાત છે.  સોનુ આખરે તો એક ધાતુ છે અને ભૂખ લાગશે તો સોનું કંઈ ખવાશે નહીં એટલે સોનાની ખરીદી ન કરો તો ચાલે, પણ જો તમે રસોડામાં ઓછા તેલવાળી રસોઈ ખાશો તો ભવિષ્યમાં તમને હાર્ટ બ્લોકેજ કે મેદસ્વીપણું નહીં થાય એટલે મોદી કહે છે કે રસોઈમાં પણ તેલનો ઉપયોગ ઘટાડો, બની શકે તો નહીં કરો. 

આપણા ભવ્ય દેશમાં અનેક ઐતિહાસિક પૌરાણિક સ્મારકો છે, અનેક રમણીય સૌંદર્યધામો છે. પૃથ્વીનું સ્વર્ગ કહેવાય એવું કશ્મીર છે, હિમાલયની વાદી છે, કેરળનો મજાનો દરિયા કિનારો છે, ઉટીના પહાડો છે,લક્ષદ્વીપ અને અંદામાન નિકોબારની અનુપમ દરિયાઈ જીવસૃષ્ટિ છે. આ બધું છોડીને તમે પરદેશ જાવ છો અને દેશ જોવાનું તો હજી બાકી જ રાખ્યું છે. એટલે પ્રધાન સેવક કહે છે કે વિદેશ પ્રવાસ બંધ કરો, પહેલા દેશ તો જુઓ.! અભૂતપૂર્વ આર્ષદ્રષ્ટા આદરણીય પ્રધાન સેવક માત્ર રાષ્ટ્રહિત નહીં પરંતુ દેશના તમામ નાગરિકના સ્વાસ્થ્ય અને સ્વહિતની પણ દરકાર રાખે છે.
સુરત     – પ્રકાશ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top