National

અજિત પવાર સાથે સ્ટેજ શેર કરતા અમિત શાહે કહ્યું- તમે પહેલીવાર યોગ્ય સ્થાને બેઠા છો, પરંતુ…

મહારાષ્ટ્ર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રના (Maharastra) પુણેથી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS) ઑફિસનું ડિજિટલ પોર્ટલ લોન્ચ (Launch) કર્યું હતું. અહીં શાહે તાજેતરમાં એનસીપી નેતા અજિત પવારનું ગઠબંધન સરકારમાં સામેલ થવા માટે સ્વાગત કર્યું હતું. અમિત શાહે કહ્યું કે અજીત દાદા નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર આવ્યા છે અને હું તેમની સાથે પહેલીવાર સ્ટેજ શેર કરી રહ્યો છું. એટલા માટે હું દાદાને એક વાત કહેવા માંગુ છું કે ઘણાં સમય પછી તમે યોગ્ય જગ્યાએ બેઠા છો. આ યોગ્ય સ્થાન હતું, પરંતુ તમે તેને ખૂબ મોડું આપ્યું છે.

શાહે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે હું અને અજિત પવાર સાથે મંચ પર બેઠા છીએ. તમને યોગ્ય ફોરમ પર આવવામાં ઘણો સમય લાગ્યો. તમે પહેલી વાર યોગ્ય જગ્યાએ બેઠા છો. અગાઉ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પુણેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.

અજિત પવારે પણ શાહનો અલગ રીતે આભાર માન્યો
અજિત પવારે પણ શાહનો અલગ રીતે આભાર માન્યો હતો. અજિતે કહ્યું, ‘માનનીય અમિત ભાઈ ગુજરાતમાંથી આવે છે, પરંતુ મહારાષ્ટ્ર પ્રત્યે વધુ પ્રેમ છે. કારણ કે તમે બધા જાણો છો કે તે મહારાષ્ટ્રના જમાઈ છે. માનો કે ના માનો દરેક જમાઈને તેના સાસરિયાઓ સાથે થોડો વધુ પ્રેમ થાય છે.’ અજીતની વાત સાંભળીને અમિત શાહ હસતા જોવા મળ્યા હતા. અજિતે વધુમાં કહ્યું કે, ભાગ્યની વાત એ છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો એક સમયે એક હતા. સહકારી ક્ષેત્રે બંને રાજ્યોનો ઈતિહાસ અને વર્તમાન ગૌરવશાળી રહ્યો છે.

સહકારી ક્ષેત્ર સંપૂર્ણપણે ડીજીટલ બની ગયું: અમિત શાહ
કાર્યક્રમને સંબોધતા શાહે વધુમાં જણાવ્યું હતું કે, આજે હું જાહેર કરવા માંગુ છું કે હવેથી સહકારી ક્ષેત્ર સંપૂર્ણપણે ડીજીટલ બની ગયું છે. ભલે તે ઓડિટ કાર્ય હોય, એચઆર કાર્ય હોય, દેશમાં ક્યાંય પણ સહકારી કાર્યાલયની સ્થાપના કરવી હોય આ પોર્ટલ વન સ્ટોપ છે. સહકારી ક્ષેત્રને લગતી દરેક બાબતોનો અહીં ઉકેલ મળશે. તેમણે કહ્યું કે, આજથી CRCSની સમગ્ર કામગીરી ડિજિટલ થઈ જશે. નરેન્દ્ર મોદીએ સહકાર દ્વારા સમૃદ્ધિનો વિચાર આપ્યો હતો. મોદીજીએ 9 વર્ષમાં તમામ સપના પૂરા કર્યા. ઘર, વીજળી, આરોગ્ય, શૌચાલય, ખોરાક દૂરના સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. છેલ્લા 70 વર્ષથી ગરીબ લોકો તેમના સપના જ જોતા હતા. પીએમ મોદીએ છેલ્લા 9 વર્ષમાં તેઓના સપના માટે કાર્ય કર્યું છે.

મહારાષ્ટ્ર સહકારી સંસ્થાઓની રાજધાની રહી છે અહીંથી જ દેશમાં સહકારની સંસ્કૃતિ ફેલાઈ છે: શાહ
શાહે વધુમાં ઉમેર્યું આઝાદીના 75 વર્ષ પછી ગરીબ માણસ સમૃદ્ધિના સપના જોવા લાગ્યો છે. ઓનલાઈન ડિજિટલ એપથી 1500 થી વધુ સહકારી મંડળીઓએ લાભ લીધો છે. તેમણે કહ્યું મહારાષ્ટ્ર સહકારી સંસ્થાઓની રાજધાની રહી છે. અહીંથી જ દેશમાં સહકારની સંસ્કૃતિ ફેલાઈ છે. વિઠ્ઠલરાવ વિખે પાટીલ જી, ધનંજયરાવ ગાડગીલ જી અને વૈકુંઠભાઈ મહેતાજી જેવા અનેક સહકારી ઋષિઓએ મહારાષ્ટ્રને સહકારી ક્ષેત્રે વિશેષ સ્થાન અપાવ્યું, જેના કારણે તેનું મોડેલ સમગ્ર દેશમાં પહોંચ્યું છે.

Most Popular

To Top