surat : સુરત સહિત દેશના મહાનગરોમાં કોરોનાનું ( corona) સંક્રમણ ઘટ્યા બાદ એરકનેક્ટિવીટી પૂર્વવત્ત થઈ રહી છે ત્યારે ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટ...
વડોદરા: વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં માળી મોહલ્લો માં થોડા દિવસ અગાઉ દૂષિત પાણી પીવાના આ મામલે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને...
વડોદરા: ગુજરાત નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે વડોદરા જીલ્લાના પાદરા તાલુકામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ કંસાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે.એનસીબી ને ડ્રગ્સની હેરાફેરી અંગે...
વડોદરા: પોલીસ દળમાં ચોરી,લૂંટફાટ, હત્યા,બિન વારસી વસ્તુઓની ઓળખ સહિત વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડની મહત્વની ભૂમિકા હોય છે. આ કામગીરી માટે...
સામાન્ય રીતે સમાજનાં દરેક ઘરમાં પુરુષ કમાવવા જાય અને સ્ત્રી ઘર સાચવે! આવું જ આપણે જોતાં આવ્યાં છીએ. પણ હવે જમાનો બદલાયો...
રમકડા બાળકોની પ્રિય વસ્તુ છે. રમકડા જોતાની સાથે જ બાળક તેમાં ખોવાઈ જાય છે. પરંતુ હાલ કોરોના મહામારીએ નાના બાળકોના હાથમાં મોબાઈલ...
કોરોના વાયરસની ( corona virus ) બીજી તરંગની ( second wave) અસર હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, પરંતુ સંકટ હજી...
લોકડાઉનને કારણે આ વર્ષે છેલ્લા દોઢ વર્ષથી જીમ અને સ્પોર્ટ્સ એક્ટીવીટી પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. પરંતું યોગા એક એવી એક્ટીવીટી છે...
સંગીતનો આનંદ કોઈપણ સમયે લઈ શકાય છે. ઘર, ઓફિસ, મુસાફરી જેવી જગ્યાઓ પર સંગીત આપની ખૂબ નજીક હોય છે. સંગીત એ મનોરંજન...
ટ્વિટર અને સરકાર વચ્ચે ચાલી રહેલ ઝગડો વધી રહ્યો છે. દેશમાં ટ્વિટર વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. ગુરુવારે, કેન્દ્ર સરકારે આઇટી...
બાળકોને પુસ્તકીયા જ્ઞાન સાથે પ્રેક્ટીકલ નોલેજની પણ તેટલી જ જરૂર હોય છે. બાળકોમાં કલ્પના શક્તિનો વિકાસ થાય અને શાળાથી દૂર ભાગતા બાળકો...
સોનાક્ષી સિંહા નિવૃતિ જાહેર કરશે કે પરણી જશે? આમ જુઓ તો તેના માટે પરણી જવું પોતે જ નિવૃતિ જાહેર કરવા જેવું થઈ...
ઋત્વિક રોશન શું પોતાની કારકિર્દી બેદરકાર બની ગયો છે? શું તે દિશાહીનતાનો અનુભવ કરી રહ્યો છે? પોતે અમુક પ્રકારનો સ્ટાર છે એવું...
ક્રિતી સેનોન કે ક્રિતી સનોન? નામ જ્યારે જાહેર બની જાય ત્યારે તે જેનું હોય તે ખૂલાસા કરવાને લાયક રહેતા નથી. ક્રિતી એવા...
‘ફેમિલી મેન 2’ માં તેલુગુ ફિલ્મોની અને તમિલ ફિલ્મોની એક્ટ્રેસ સમંેથા અક્કીનીના અભિનયના ભરપૂર વખાણ થઇ રહ્યા છે. એકતરફ હિન્દી બેલ્ટના દર્શકો...
સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર તરીકે શરૂઆત કરી હતી, તેણે શાહરુખ ખાન અને અન્ય એક્ટરના શૉમાં સાઈડ ડાન્સર તરીકે પણ પરફોર્મન્સ...
સાઉથના ઘણા સ્ટાર્સની એન્ટ્રી હિન્દી ફિલ્મોમાં થઇ ચુકી છે. ત્યાંના સ્ટાર્સના નામો કયારેક હિન્દીવાળાના બહુ ફાવે એવા નથી હોતાં. પણ જયારે તેમના...
યુવાનીમાં પૌઢ યા વૃધ્ધના પાત્રો ભજવવા બાબતે સંજીવકુમાર તો હંમેશા યાદ રહેશે પણ વર્તમાન સમયમાં આલોકનાથ, અનુપમ ખેરને પણ તમે યાદ કરી...
ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં ગુરુવારે સવારથી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં વિતેલા 10 કલાકમાં સાડા ત્રણ ઇંચ પાણી પડતા વાતાવરણ ઠંડુગાર...
નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેહુલો વરસતા ગણદેવી તાલુકામાં 3.5 ઇંચ, નવસારી અને જલાલપોર તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે...
નવસારી અને વિજલપોરમાં સામાન્ય વરસાદ પડતા જ શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે કેટલીક જગ્યાએ કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયુ છે. સામાન્ય વરસાદમાં જ...
નવસારી નજીક આવેલા ઉન હાઇવે પર સર્વિસ રોડ પર આવેલી વિલેજ ટેસ્ટ રેસ્ટોરન્ટ પરવાનગી વિના જ શરૂ થઈ ગયા બાદ ઉનના તલાટીએ...
ભરૂચ જિલ્લાના મગ પકવતા ખેડૂતોના મગ સરકાર ખરીદશે તેવી આશાએ બેઠેલા ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે. ખેતીની બીજી સિઝન આવી છતાં...
અંકલેશ્વર તાલુકામાં તાઉતે વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જે નુકસાનની સહાય ચૂકવવા અંગે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને...
પારડી શહેર અને તાલુકામાં ગુરૂવારે હેલી સવારથી ધીમી ધારે વરસાદ શરુ થયો હતો અને બપોર બાદ જોરમા વરસાદ ખાબકતાં પારડી એસટી ડેપો,...
વલસાડ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી વલસાડના છીપવાડ તથા મોગરાવાડીના ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો. જ્યારે મોગરાવાડીના ગરનાળામાં કાર ફસાઈ...
ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ...
ગાંધીનગર: કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આગામી તા.20 અને 21મી જુને અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓની હાજરીમાં અમદાવાદની ભગવાન જગન્નાથજીની...
અમદાવાદ – ગાંધીનગર વચ્ચેના એસજી હાઈવે પર એસ.જી.વી.પી. હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે ૧૩ હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્કનું સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઇ-...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 300ની અંદર આવી ગઈ છે. ગુરૂવારે રાજ્યમાં નવા 293 કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 6 દર્દીના મોત...
8000 મુસાફરો સામે માત્ર 2 ટ્રેન, પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો; મહિલાઓ બેરિકેડ કૂદી, 2 મુસાફરો બેભાન
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે હજારો મુસાફરોની ભારે ભીડને કારણે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉનાળાની રજાઓને કારણે વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેશન પર ઉમટ્યા હતા, પરંતુ મુસાફરોની સંખ્યાની સામે માત્ર બે ટ્રેન ઉપલબ્ધ હોવાથી સ્થિતિ તંગ બની ગઈ હતી.
માહિતી મુજબ અંદાજે 8000થી વધુ મુસાફરો સ્ટેશન પર એકઠા થતા પ્લેટફોર્મ પર ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી. ભીડ નિયંત્રણ માટે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે કેટલાક વિસ્તારોમાં હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.આ દરમિયાન ગભરાટ ફેલાતા કેટલાક મુસાફરો બેરિકેડ તોડી પ્લેટફોર્મ તરફ દોડી ગયા હતા. મહિલાઓ પણ બેરિકેડ કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી. અચાનક વધેલી ભીડ અને ગભરાટના કારણે બે મુસાફરો બેભાન થઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મુસાફરોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું હોત તો આવી પરિસ્થિતિ સર્જાતી નહીં. ઘણા મુસાફરો કલાકો સુધી પરિવાર અને નાના બાળકો સાથે પ્લેટફોર્મ પર રાહ જોતા રહ્યા હતા, જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દર વર્ષે ઉનાળાની રજાઓ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યા વધતી હોવા છતાં વધારાની ટ્રેનોની પૂરતી વ્યવસ્થા ન થવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. મુસાફરો દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. હાલ પોલીસ અને રેલવે તંત્રના જણાવ્યા મુજબ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે વધુ સુવ્યવસ્થિત આયોજન કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.