Business

જીમ CLOSE યોગના દ્વાર ALWAYS OPEN

લોકડાઉનને કારણે આ વર્ષે છેલ્લા દોઢ વર્ષથી જીમ અને સ્પોર્ટ્સ એક્ટીવીટી પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. પરંતું યોગા એક એવી એક્ટીવીટી છે જે ઘરે બેસીને પણ કરી શકાય છે. આથી કોરોના વાયરસના સંકટને કારણે આ વર્ષે આગામી 21 જૂને આવનાર વિશ્વ યોગ દિવસની ઉજવણી ‘યોગ એટ હોમ’ અને ‘યોગ વિથ ફેમિલી’ ની થીમ પર કરવામાં આવશે. મહત્વની વાત છે કે જીમ ક્લચરમાં માનનારા સુરતી યુવાનો પણ યોગની શરણમાં આવી રહ્યા છે. જીમ ઈનસ્ટ્રક્ટરો હવે યોગા તરફ વળ્યા છે. જો કે સામૂહિક યોગ આયોજન આ વખતે શક્ય ન હોવાથી પરિવારના સભ્યો સાથે જ સુરતીઓ ‘યોગ ડે’ સેલિબ્રેટ કરશે.

આ વખતે વિશ્વ યોગ દિવસ ખાસ

સામાન્ય રીતે મોટા શહેરોમાં જીમ કલ્ચર ખૂબ મોટા પાયે વિસ્તરેલું છે. સુરતમાં પણ આવું છે. પરતું કોરોના વાયરસે જીમના બારણે તાળા લગાવી દેતા લોકો પોતાના સ્વાસ્થ્યની જાણવણી માટે જાતે જ ઘરે એક્સસાઇઝ કરી રહ્યા છે. ઘણા લોકો યોગાનો આશરો પણ લઇ રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતીમાં આ વખતે ‘યોગા ડે’ ખરેખર દરેક માટે એક નવો અનુભવ રહેશે.

જીમ ઈનસ્ટ્રક્ટરો પણ હવે યોગા તરફ વળ્યાં.

લોકડાઉનના સમયમાં મોટા ભાગે જીમ બંધ રહ્યા હોવાથી જીમ ઈન્સ્ટ્રક્ટરો યોગા તરફ વળ્યાં છે. યોગા ઈનસ્ટ્રક્ટર યોગેશ પટેલે જણાવ્યું હતું કે જીમ બંધ થઈ જવાથી લોકોની ફીટનેસ પર ઘણી અસર પડી હતી. જેના કારણે લોકોને યોગા તરફ વાળવા જરૂરી બન્યા હતા. આ વર્ષે ‘વર્લ્ડ યોગા ડે’ ના રોજ ‘યોગ એટ હોમ’ અને ‘યોગ વીજ ફેમિલી’ થીમ પર યોગા કરવામાં આવશે.

જાતે પણ શીખું છું અને પરિવારના સભ્યોને યોગ શીખવું છું

દરેક વસ્તુની બે બાજુ હોય છે. પોઝીટીવ અને નેગેટિવ. કોરોના મહામારીના લોકડાઉનનું પણ કઈક એવું છે. જેમાં નોકરી-ધંધા ગુમાવવા સાથે ઘણું બધું નવું શીખવાનો અવસર લોકોને મળ્યો. આ અંગે માનસી પટેલ જણાવે છે કે આ સમયગાળામાં મેં યોગ શીખવાનું શરૂ કર્યુ. હું રોજ એકાદ નવું આસન શીખતી, તેના ફાયદાઓ વિશે સર્ચ કરતી, ધીમે ધીમે પરિવારના સભ્યોને પણ યોગ કરતા કરી દીધા. લોકડાઉન વખતે જીમ બંધ રહ્યા હોવા છતાં યોગની મદદથી હું મારી  બોડીને ફીટ અને હેલ્ધી રાખું છું.

Most Popular

To Top