Business

માર્કેટમાં છવાયો ઈકોફ્રેન્ડલી રમકડાનો ટ્રેન્ડ

રમકડા બાળકોની પ્રિય વસ્તુ છે. રમકડા જોતાની સાથે જ બાળક તેમાં ખોવાઈ જાય છે. પરંતુ હાલ કોરોના મહામારીએ નાના બાળકોના હાથમાં મોબાઈલ અને ગેમ્સ પકડાવી દીધા છે. ત્યારે આ તમામની વચ્ચે હવે માર્કેટમાં ઈકોફ્રેન્ડલી રમકડાની ડિમાન્ડ ઉભી થઈ છે. લોકો હવે નેચરલ વસ્તુઓમાંથી બનાવેલા રમકડાની ડિમાન્ડ કરી રહ્યા છે. હાલ માર્કેટમાં તેમજ ઓનલાઈન પણ ઈકોફ્રેન્ડલી રમકડાઓનો ધૂમ વ્યાપાર થઈ રહ્યાાે છે. આ રમકડાની વિશેષતા એ છે કે તેનાથી બાળકને શારીરિક કે માનસિક કોઈ પણ પ્રકારની નેગેટીવ ઈફેક્ટ થતી નથી. જાણો, કોરોના કાળમાં ડિમાન્ડમાં આવેલા આ ઈકોફ્રેન્ડલી રમકડાઓ વિશે…

કોરોનાકાળમાં માર્કેટમાં ઈકોફ્રેન્ડલી રમકડાની ડિમાન્ડ

રમકડા બનાવનાર મુકેશભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે હાલ માર્કેટમાં 200 રૂપિયાથી શરુ કરીને આ પ્રકારની ઈકોફ્રેન્ડલી રમકડા ટ્રેન્ડમાં છે. તેઓ રોજના 50 રમકડા બનાવે છે અને સેલ કરે છે. સ્મોલ સાઈઝથી માંડીને કોઈ પણ સાઈઝમાં ઈકોફ્રેન્ડલી રમકડા ઉપલબ્ધ છે. જેમાં એરોપ્લેનથી માંડીને જેસીબી મશીન, ટ્રક, રેલગાડી જેવી વેરાયટી જોવા મળે છે.

આ રમકડાઓમાં એક પણ ખીલ્લીનો ઉપયોગ કરવામાં આવતો નથી

ઈકોફ્રેન્ડલી રમકડા નેચરલ વુડમાંથી બનાવવામાં આવે છે. જેમાં વુડની પાતળી સ્લાઈસ કરીને તેને એકબીજા સાથે જોડીને તેમાંથી મોટર, ટ્રક, ગાડી , ચકરી જેવી વિવિધ રમત-ગમતની વસ્તુઓ બનાવવામાં આવે છે. વુડને પોલીશ કરી તેને ચમકીલુ બનાવીને તેને રમકડાના આકારમાં સેટ કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર લેસરની મદદથી પ્રિન્ટ કરવામાં આવે છે. આ રમકડાની વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ પ્રકારનું લોખંડ કે ખીલ્લી કે સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ કોઈ પણ પ્રકારના કલર પણ વપરાતા નથી. જેથી બાળકો ખીલ્લી કે સ્ક્રૂ ગળી જશે તેમજ ઈન્ફેક્શન થશે તેવી કોઈ સમસ્યા સર્જાતી નથી.

Most Popular

To Top