Latest News

More Posts

વડોદરાથી ગાંધીનગર સુધીના બાકી મતદારો માટે ‘ગોલ્ડન ચાન્સ’: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બરથી લંબાવીને હવે 11 ડિસેમ્બર કરાઈ

વડોદરા: ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદી સુધારણાની મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાને લંબાવવાનો નિર્ણય ભારતીય ચૂંટણી પંચે લીધો છે. આ નિર્ણયથી ગુજરાત રાજ્યભરના, જેમાં વડોદરા શહેર અને જિલ્લાના પણ તમામ મતદારોનો સમાવેશ થાય છે, જેમણે હજી સુધી ફોર્મ ભર્યું નથી તેમને વધુ એક તક મળી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ મુજબ, મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા કે અન્ય ફેરફારો કરવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે અગાઉ 4 ડિસેમ્બર હતી, તેને વધારીને હવે 11 ડિસેમ્બર કરવામાં આવી છે.
વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં, હવે 11 ડિસેમ્બર સુધી મતદારો તેમના નજીકના બૂથ પર જઈને અથવા ઓનલાઈન માધ્યમથી મતદાર યાદી સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
SIRની પ્રક્રિયા જે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે, જેમાં ગુજરાત પણ સામેલ છે: ગુજરાત, છત્તીસગઢ, ગોવા, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ.
​કેન્દ્રશાસિત પ્રદેશો જેમકે આંદામાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, પોંડિચેરી.
​ચૂંટણી પંચે તમામ પાત્ર નાગરિકોને આ લંબાવાયેલી સમયમર્યાદાનો લાભ લેવા અને સમયસર મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી લેવા અપીલ કરી છે.

આ વિસ્તરણના કારણે બે મુખ્ય ફાયદા થશે:
*​બાકી રહેલા મતદારોને સમય: જે નાગરિકો કોઈપણ કારણોસર સમયસર અરજી ફોર્મ ભરી શક્યા નથી, તેમને હવે વધુ સાત દિવસનો સમય મળશે.
*​BLOsને રાહત: બૂથ લેવલ ઓફિસર્સ ને પણ આ વધારાનો સમય સ્થળ પર જઈને અરજીઓનું વેરિફિકેશન કરવા માટે પૂરતી રાહત આપશે.

To Top