Madhya Gujarat

કોઇ કાંકરી મારે તો તમારો દીકરો જીવ આપશે

       કરજણ: કરજણના જુના બજાર વિસ્તારમાં આવેલા તળાવમાં મગર સાથે વાતો કરતા વ્યક્તિનો વિડિયો વાઈરલ થયો છે. આ વ્યક્તિ જીવના જોખમે મગર પર હાથ ફેરવીને તેને નમન કરે છે અને જોકે મગર હુમલો કર્યાં વિના જ પાણીમાં જતો રહ્યો છે.જોકે મગરને હેરાનગતિ કરવા બદલ વન વિભાગ દ્વારા હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

કરજણ સ્થિત જુના બજાર ખાતે આવેલા તળાવમાં મગર રહે છે. આ મગર રોજ સવારે તડકો ખાવા માટે પાણીની બહાર નીકળે છે અને આ સમયે કરજણના જુના બજારમાં રહેતા પંકજભાઇ પટેલ મગર સાથે વાતો કરે છે. પંકજભાઇ મગર સાથે વાતો કરતા હતા, ત્યારે આસપાસના લોકોએ તેમને મગરથી દૂર જવા માટે સમજાવ્યા હતા, પરંતુ તેઓ માન્યા નહોતા અને મગરને નમન કરીને તેની પર હાથ ફેરવતા હતા.

જોકે મગરે તેમની પર હુમલો કર્યો નહોતો અને મગર પાણીમાં જતો રહ્યો હતો. વાઇરલ વિડિયોમાં પંકજભાઇ પટેલ કહેતા હતા કે, તમને કોઇ કાંકરી મારે તો તમારો દિકરો તમારા માટે જીવ આપી દેશે. કોઇ કાંકરી કે પથ્થરમાર્યો તો હું કો કોઇનો નહીં થાઉ, તો હું મારી માને જોડે લઇને પડીશ. ક્ષમા કરજો મારી મા.

કશું ના થાય, કશું ના કરે, આ તો મા છે આપણી, વચન આપેલુ છે એને, એની કોઇ રક્ષા કરશે તો એની રક્ષા એ કરશે. પણ એને કોઇ હેરાન કરશે તો એ હેરાન કરશે. ઇંડા મૂકવા દેતા નહીં કોઇ, એ ઇંડા મૂકવા માટે આવી હતી. જય મા ખોડલ…આ સમયે હાજર લોકો કહેતા હતા કે, મગરી રડે છે, ઇંડા આપવા માટે બેઠી છે, જલ્દી ઉપર આવી જાઓ. પકંજ કાકા. શાંતિથી બેસવા નહીં દેતા એને ઇંડા મૂકવા દીધા નહીં. ઢાઢરનો મગર હોય તો છોડે નહીં, પણ આ મગરે કંઇ કર્યું નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top