Madhya Gujarat

શેગવા સીમડી માર્ગ પર નર્મદા કેનાલ અકસ્માતનો સ્પોટ

શિનોર: શેગવા સીમડી મુખ્ય માર્ગ પર થી વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં થયેલા અકસ્માતના સ્થળે સુરક્ષાના નામે ગોળ કુંડાળું સેગવા સીમળી મુખ્ય માર્ગ વચ્ચે થી પસાર થતી નર્મદા કેનાલના સ્થળે ગુરુવારે મોટા ફોફળીયા ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ પટેલ ટ્રેકટર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા છતાં અકસ્માતના સ્થળે તંત્રની બેદરકારીના પગલે સુરક્ષાના નામે ગોળ કુંડાળું જોવા મળ્યું હતું.

શિનોર તાલુકાના સેગવા થી સિનોર જવાના મુખ્ય માર્ગ પર સેગવા સીમળી ની વચ્ચે નર્મદા કેનાલ પસાર થાય છે જ્યાં ગુરુવારની વહેલી સવારે ટ્રેક્ટર અને અકસ્મા ત મૃત્યુ થયેલ છે ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છતાં સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી અને જવાબદાર દ્વારા અકસ્માત સ્થળે તૂટેલી હાલતમાં દેખાતી નાળા પાળી પુન બાંધકામ કરી અકસ્માત નિવારણ ની કોઈ કામગીરી કરી નથી.

બીજી તરફ સેગવા સિનોર માર્ગનું ખોરંભે પડેલું કામ ૬ વર્ષના વાણા વિતી ગયા છતાં પણ એક માસ પૂર્વે પૂર્ણ થયું હતું. જે ઝડપથી કામ પૂર્ણ  કર્યું વચ્ચેના સફેદ પટ્ટા આજુબાજુની સફેદ પટ્ટી કામ પણ સમયસર પૂર્ણ કરે તે દિશામાં રાજ્યના માર્ગ મકાન વિભાગ ધ્યાન કેન્દ્રિત કરે જરૂરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top