Madhya Gujarat

ગોધરા લુણાવાડા માર્ગ પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ

ગોધરા: ગોધરા લુણાવાડા મુખ્ય હાઇવે માર્ગ ઉપર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તો ઉપર વહેલી સવારથી  ગાઢ ધુમ્મસ  છવાયેલુ જોવા મળ્યુ હતુ. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે હાઇવે માર્ગ પરથી પસાર થતા  વાહનચાલકોને પોતાના વાહનોની હેડલાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં  વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યુ હતુ. ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે  લુણાવાડા – ગોધરા  હાઇવે માર્ગ  તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકો ને ભારે હાલાકી વેઠવી પડી હતી.  સવાર સમયે   ધુમ્મસ વધુ હોવાથી  વાહનો ની અવર જવર પર થોડી ગણી બ્રેક લાગી હતી.

જ્યારે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ને ધુમ્મસ હોવાથી હેડલાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. કેટલાક વાહનચાલકોએ વાતાવરણ ને જોતા  પોતાના  વાહનોને હોટલ કે ખુલ્લી જગ્યા મા  ઊભા કરવાની  ફરજ પણ પડી હતી. તાલકા વાસીઓ એ ઠંડી નુ પ્રમાણ વધતાં ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા નજરે પડવા સાથે  વધુ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top