Vadodara

વડોદરા ભાજપમાં ભડકો, અહીં એક સાથે 80 જેટલા કાર્યકરોએ આપ્યા રાજીનામા

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે આર એસ પીની પેનલ ભાજપમાં જોડાતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.વોર્ડ ૯ પછી આજે વોર્ડ ૮ ના યુવા ભાજપના ૮૦ થી ૯૦ કાર્યકરોએ રાજેશની ભાજપમાં વાપસીથી નારાજ થઈને પક્ષમાંથી રાજીનામાં આપી દીધા છે.

વડોદરા મહાનગરપાલિકાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. અને આ ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને ભાજપમાં પક્ષમાં હેરાફેરી શરૂ થઈ ગઈ હતી. આર એસ પી ના કાઉન્સિલર રાજેશ આયરે તેમના પત્ની અને મહિલા કાઉન્સિલર સાથે ભાજપમાં જોડાતા ભાજપમાં પાયાના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ હતી.

વોર્ડ ૯ના ભાજપના કાર્યકરોના વિરોધ પ્રદર્શન બાદ આજે વોર્ડ ૮ ના યુવા ભાજપના કાર્યકર અજીતસિંહ સોલંકીની આગેવાનીમાં.૮૦ થી ૯૦ કાર્યકરોએ વોર્ડ પ્રમુખ રાકેશ સેવકને પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.અજિતસિંહના જણાવ્યા મુજબ ભાજપમાં ૨૦ વર્ષ કામ કર્યા પછી અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

ભાજપે આયાતી રાજેશ આયરેને લઈને કાર્યકર્તાઓની સાથે મશ્કરી કરી છે.રાજેશ આયરે કે જેમને પોતાના ઘરનું ડ્રેનેજ જોડાણ ગેરકાયદેસર રીતે લીધું છે.અને રોડના કામો.અટકાવીને પાલિકાના કરોડો રૂપિયા બગડ્યા છે.રાજેશના પરિવારમાં દારૂ,જુગારના હપ્તા પહોંચે છે.અજીતસિંહ આગામી ચૂંટણીમાં અપક્ષમાંથી લઢવાની તૈયારી બતાવી છે.

ચિરાગના પ્રવેશનો વિરોધ કરનારા જ મૂળ કોંગ્રેસી અક્ષયને જીતાડવા દોડ્યા હતા

શહેરના રાજકારણમાં છેલ્લા એક સપ્તાહમાં રાજકીય ઉથલપાથલ થઈ રહી છે. અન્ય પક્ષ માંથી કોઈને ભાજપમાં નહીં લેવાય તેવી જાહેરાત કરનાર સી.આર પાટીલની અધ્યક્ષતામાં હજી ભરતી ચાલુ જ છે. તાજેતરમાં આર એસ પી માંથી ભાજપમાં પ્રવેશ પામેલા રાજેશ આયરેનું શહેર ભાજપના સંગઠને ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

જ્યારે માંજલપુર ના ચિરાગ ઝવેરીને પક્ષમાં જોડાવાની વાત આવી ત્યારે ભાજપના જ નેતાઓ એ વિરોધ નોંધાવ્યો હતો. ચિરાગ ઝવેરીનો વિરોધ કરનાર માંજલપુરના નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અક્ષય પટેલનો પ્રચાર કરવા કરજણ હોંશેહોંશે પહોંચ્યા હતા. હવે પોતાના વિસ્તારમાં તેઓ કોંગ્રેસમાંથી આવવા માગતા ઝવેરીનો વિરોધ કરી રહ્યા છે.

આમ, ભાજપના કાર્યકરોના ડબલ સ્ટાન્ડર્ડ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરજણ વિધાનસભામાં થોડા મહિનાઓ પહેલા જ કોંગ્રેસ માંથી રાજીનામું આપી ભાજપમાં આવેલા અક્ષય પટેલની ચૂંટણી હતી. તે સમયે પ્રચાર અર્થે વડોદરાના ભાજપના કાઉન્સિલરો હોંશે હોંશે કરજણ દોડી ગયા હતા. ગામેગામ ફરી ભાજપમાં આવેલા અક્ષય પટેલને જીતાડવા મહેનતે લાગી ગયા હતા. જેમાં માંજલપુરના કલ્પેશ પટેલ જય રણછોડ સહિત શકુંતલા શિંદે તેમજ અન્ય કાર્યકરો પણ જોડાયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top