હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
નવી દિલ્હીઃ સુપરસ્ટાર આમિર ખાનની ‘લગાન’ એ છેલ્લી ફિલ્મ છે જેને ઓસ્કારમાં ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર’ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. ત્યાર બાદથી ઓસ્કાર એવોર્ડ માટે ભારત દ્વારા સત્તાવાર રીતે મોકલવામાં આવેલી ફિલ્મો નોમિનેશન મેળવી શકી નથી. આજકાલ આમિર તેના બેનર હેઠળ બનેલી ‘લાપતા લેડીઝ’ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે, જેને આગામી ઓસ્કાર એવોર્ડ્સ માટે ભારતમાંથી સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી છે.
‘લાપતા લેડીઝ’ આમિરની પૂર્વ પત્ની કિરણ રાવે ડિરેક્ટ કરી છે. દેશના સિનેમા ચાહકો વારંવાર આ પ્રશ્નની ચર્ચા કરતા હોય છે કે શા માટે ભારતીય ફિલ્મો ઓસ્કારમાં આટલો સંઘર્ષ કરે છે. એક જૂના ઈન્ટરવ્યુમાં સુપરસ્ટાર શાહરૂખ ખાને આ પ્રશ્ન પર અભિપ્રાય આપ્યો હતો પરંતુ હવે આમિરે કહ્યું છે કે તે આ અભિપ્રાય સાથે સહમત નથી.
ભારતીય ફિલ્મોને ઓસ્કાર ન મળવા અંગે શાહરૂખે શું કહ્યું હતું?
એક જૂના ઈન્ટરવ્યુમાં શાહરૂખે કહ્યું હતું કે, ‘લગાન’ એક આર્ટ ફિલ્મ અને કોમર્શિયલ ફિલ્મનું સંયોજન હતું અને તે સારી રીતે બનેલી ફિલ્મ હતી પરંતુ આપણે આપણી ફિલ્મોનું ફોર્મેટ બદલવું પડશે. જો મને તમારી પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવે તો તમારે જે કોડ કહ્યો હોય તે પ્રમાણે મારે પોશાક પહેરવો પડશે. હું મારો અઢી કલાકનો કોડ (ફિલ્મનો રન ટાઈમ) અને પાંચ ગીતો ચલાવી શકતો નથી. આપણે આ બદલવું પડશે.
આમિર શાહરુખ સાથે સહમત નથી
હવે આમિરે કહ્યું છે કે તે ઓસ્કાર મામલે શાહરુખની વાત સાથે સહમત નથી. બીબીસીના એશિયન નેટવર્ક સાથેની વાતચીતમાં આમિરે કહ્યું, ‘ના, હું સહમત નથી. કારણ કે ‘લગાન’ 3 કલાક 42 મિનિટની ફિલ્મ હતી અને તેમાં 6 ગીતો હતા પરંતુ તેમને નોમિનેશન મળ્યું હતું. નામાંકિત થવા માટે સભ્યોને તમારી ફિલ્મ ગમવી આવશ્યક છે.
‘લગાન’ એ સાબિત કર્યું હતું કે એકેડેમીના સભ્યોને એવી ફિલ્મથી કોઈ વાંધો નથી કે જેમાં ગીતો હોય અને ખૂબ લાંબી હોય. મારા મતે તમારું કામ કેટલું સારું છે અને તમે લોકોના દિલને સ્પર્શવામાં કેટલા સક્ષમ છો તેના પર નિર્ભર છે. જ્યુરી મેમ્બર્સ પણ છેવટે માણસો છે. આમિરે વધુમાં કહ્યું કે ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર’ની કેટેગરી ઓસ્કારની સૌથી મુશ્કેલ કેટેગરી છે. કારણ કે જ્યારે તમે ‘શ્રેષ્ઠ ફિલ્મ’ માટેની સ્પર્ધામાં ઉતરો છો ત્યારે તેમાં મર્યાદિત ફિલ્મો હોય છે. પરંતુ આ શ્રેણીમાં દરેક દેશની શ્રેષ્ઠ ફિલ્મ રેસનો ભાગ હોય છે.
આમિરે આગળ કહ્યું, ભારતમાં વર્ષમાં 1000 ફિલ્મો બને છે. ભારતમાં પસંદગી પામવા માટે તમારે પહેલા 1000 ફિલ્મોને હરાવવાની રહેશે. પછી તમે એ ક્ષેત્રમાં પહોંચો જ્યાં 80 વધુ ફિલ્મો છે. ભારતને દર વર્ષે નોમિનેશન મળતું નથી કારણ કે ઈરાન, જર્મની, ફ્રાન્સ અને દુનિયાભરની ફિલ્મો ત્યાં આવે છે.
આમિરની વાત કરીએ તો તે હવે ‘સિતારે જમીન પર’માં જોવા મળશે. અગાઉ આ ફિલ્મ આ મહિને રિલીઝ થવાની હતી. પરંતુ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આમિરે કન્ફર્મ કર્યું છે કે તેની ફિલ્મ હવે આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થશે.