National

બે દિવસ વરસાદ અને ત્યાર બાદ વાવાઝોડાની આગાહી, શનિવારે આ દરિયાકાંઠે ટકરાશે ‘જવાદ’ વાવાઝોડું

નવી દિલ્હી/ભુવનેશ્વર: ડિસેમ્બરમાં વરસાદ વરસવા સાથે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ફૂલગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. પરંતુ હજુ બે દિવસ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. વરસાદ માટે થાઈલેન્ડ જવાબદાર છે. દક્ષિણ થાઈલેન્ડ અને તેના પાડોશી દેશોના દરિયામાં નીચા દબાણની સ્થિતિ ઉભી થઈ છે, તે બંગાળની ખાડીમાં પહોંચી ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા સાથે શનિવારે સવારે આ બે રાજ્યોના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જવાદ નામનું વાવાઝોડું ટકરાશે. દરિયામાં ઉદ્દભવેલી દબાણની સ્થિતિના લીધે ગુજરાત, મહારાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે, જે હજુ બે દિવસ સુધી ચાલુ રહેશે.

ચક્રવાતી (Storm) તોફાન આંધ્રપ્રદેશ (Andhrapradesh) અને ઓડિશાના (Odisha) દરિયાકાંઠે (Sea) શનિવારે (Saturday) સવારે ત્રાટકે તેવી શક્યતા છે. એમ ભારતીય હવામાન વિભાગે (IMD) મંગળવારે જણાવ્યું હતું. કહેવામાં આવ્યું છે કે, સવારે 8.30 વાગ્યે દક્ષિણ થાઇલેન્ડ (South Thialand) અને તેના પડોશમાં નીચા દબાણની સ્થિતિ સર્જાઈ છે. જે આગામી 12 કલાક દરમિયાન આંદામાન સમુદ્રમાં (Andaman) ઉભરી શકે છે. હવામાન વિભાગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્યારબાદ, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 2 ડિસેમ્બર સુધીમાં દક્ષિણપૂર્વ અને અડીને આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. તેમજ આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ચક્રવાત વાવાઝોડુ તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી, વધુ તીવ્ર બનશે અને શનિવારે સવારની આસપાસ ઉત્તર આંધ્ર પ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, દરિયાકાંઠાના ઓડિશામાં કેટલાક સ્થળોએ ‘ભારેથી અતિ ભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ’ અને રાજ્યના અડીને આવેલા આંતરિક જિલ્લાઓ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ અને ઉત્તર દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ‘ભારેથી અતિ ભારે’ વરસાદની આગાહી કરી છે.

બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સંરચના વિકસીત થઈ રહી છે જે ચાર ડિસેમ્બર એટલે કે શનિવારની આસપાસ આંધ્ર પ્રદેશ-ઓરિસ્સાના દરિયા કિનારે પહોંચવાની શક્યતા છે. આના કારણે જે વાવાઝોડું સર્જાશે તેને જવાદ (JAWAD) નામ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં શરૂ થયેલી આ હલચલના કારણે હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી આ રાજ્યોમાં બારે વરસાદની ચેતવણી આપી છે. તે સિવાય હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

બે દિવસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની સંભાવના
બંગાળની ખાડીમાં ઉભા થયેલી ચક્રવાતી અસરોના લીધે ગુજરાતમાં, ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે અને આવતીકાલે બે દિવસ વરસાદ વરસે તેવી સંભાવના છે. તે અનુસાર આજે ગુજરાતના અલગ અલગ ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

130 વર્ષ બાદ ડિસેમ્બરમાં વાવાઝોડાની સ્થિતિ ઉદ્દભવી છે

ડિસેમ્બરમાં વાવાઝોડું આવે તેવી સ્થિતિ 130 વર્ષ બાદ ઉદ્દભવી છે. આ અગાઉ વર્ષ 1891થી 2020 દરમિયાન ડિસેમ્બર મહિનામાં એક વાર પણ ચક્રવાત ઓરિસ્સા દરિયા કિનારાને અથડાયું નથી. 130 વર્ષ પછી પહેલીવાર ડિસેમ્બર મહિનામાં અહીં ચક્રવાત આવી રહ્યું છે. 964માં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ અંદમાન સાગરમાં એક ચક્રવાત ઉભું થયું હતું. આ ચક્રવાતના કારણે 280 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ પહેલાં 1999માં સુપર સાઈક્લોન સાથે 2013 ફાઈલીન, 2014માં હુડહુડ, 2019માં ફાની, 2020માં અમ્ફાન પછી ઓરિસ્સા હવે જવાદ ચક્રવાતનો સામનો કરશે.

Most Popular

To Top