Charchapatra

આયુર્વેદ ખરેખર વૈશ્વિક સફળતા મેળવી રહ્યું છે ?

તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૧ નાં ગુજરાતમિત્ર ની સત્સંગ પૂર્તિ માં ઋષિવાણી કટાર અંતર્ગત શ્રી નરેશ ભટ્ટ જી નાં આયુર્વેદ બાબતે પોતાનાં મોરેશ્યશ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન નાં અનુભવો જણાવ્યા. આ સમાચાર પ્રમાણે આયુર્વેદ બાબતે લોક જાગૃતિ એ ખરેખર ખુશીની વાત છે. પણ હાલ ચાલી રહેલા રોગચાળા બાબતે રસી ઉત્પાદકો અને તેઓ નાં કહેવાતા દાતાઓ, વિશ્વ આરોગ્ય સંગઠન અને દરેક દેશો ની સરકારો નાં પાછલે બારણે થી અનેક પ્રકારનાં નિયંત્રણો લાદી આડકતરી રીતે , એન્ટિબોડીઝ, કુદરતી પ્રતિકાર શક્તિ, વ્યક્તિ ની વ્યક્તિગત શારીરિક તકલીફો, જેવી બાબતોને અવગણીને પણ,  ફરજિયાત કરવાનાં વલણ, અને એલોપથી સહિત અન્ય પથીઓ દ્વારા થતા રોક અને ઉપચારો ને અવૈજ્ઞાનિક ઠેરવવાની નીતિ, આ આયુર્વેદ તરફનાં લોકોનાં આકર્ષણ ને અવરોધવાનું અને આ શાસ્ત્રો ને નિરર્થક બનાવવાનું કાર્ય તો નથી કરી રહ્યાં ને ?

એવો પ્રશ્ન મન માં ઉઠ્યા વિના રહેતો નથી. આજનાં યુગ માં આયુર્વેદિક અને હોમીયોપેથી માં નવા સંશોધન ઘણા આવશ્યક છે જ. સાથે એલોપથી વિજ્ઞાને પણ આ બંને પથીઓ ને આદરથી જોવાની જરૂર છે જ અને વૈશ્વિક રીતે એકલ પથી નાં અભ્યાસક્રમો ને બદલે આ બધી પથીઓ અને અન્ય ઉપચાર પદ્ધતિઓ (એક્યુપંચર, એક્યુપ્રેશર સુયોગ વગેરે) નો સંકલિત અભ્યાસક્રમ ઘડવાની તીવ્ર આવશ્યકતા છે. વર્તમાનપત્રો એ પણ આ બાબતે થોડા જુદા વિચારો ને અવરોધવા નહીં જોઈએ. અને એલોપથી દવાઓ અને તે સારવાર માં વપરાતાં ઉપકરણો નાં ઉત્પાદકો નાં વ્યાપારી હિતોને જ પ્રાધાન્ય નહીં આપવું જોઈએ.
સુરત     – પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top