Dakshin Gujarat

સાઉથ આફ્રિકાથી આવ્યા આઘાતજનક સમાચાર: ભરૂચના 3 યુવાનના અકાળ મૃત્યુ થયા

ભરૂચ: દક્ષિણ આફ્રિકાથી (South Africa) એક આઘાતજનક સમાચાર આવ્યા છે. ભરૂચ (Bharuch) જિલ્લાના 3 આશાસ્પદ યુવાનોનું દક્ષિણ આફ્રિકામાં અકસ્માત (Accident) મોત (Death) થયું છે. યુવાનોના મોતના પગલે ભરૂચમાં શોકની લાગણી ફરી વળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના સેગવા ગામના રહેવાસી અને હાલમાં સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા શબ્બીર યાકુબ પટેલ નામના યુવાનની કારનો જોહનિસબર્ગથી (Jhonisberg) વેન્ડા તરફ આવતા માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર શબ્બીર યાકુબ પટેલ સહિત બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

શબ્બીર યાકુબ પટેલનો મૂળ વ્યવસાય ટ્રાવેલ્સનો હતો. બુધવારના રોજ પણ શબ્બીર પટેલ જોહનિસબર્ગથી મૂળ ભરૂચના જ 3 પેસેન્જરોને લઈ વેન્ડા તરફ જવા રવાના થયા હતા. જેમાં પીટર્સબર્ગ પાસે પુરપાટ ઝડપે દોડતી કારનું ટાયર બ્લાસ્ટ થતા કારના સ્ટિયરિંગ પરથી ડ્રાઈવર શબ્બીર યાકુબ પટેલે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને ઘસડાઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં ભરૂચ જિલ્લાના 3 નાગરિકોનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે તેમના પરિવારો તેમના મિત્રવર્તુળમાં ઘેરાશોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Most Popular

To Top