લતાજી, જલ્દી સ્વસ્થ થાઓ

સદા સ્વસ્થ તંદુરસ્ત રહેતાં લતા મંગેશકર માટે ઇશુનું 2022 નું નવું વર્ષ જરાક ચિંતાના સમાચાર લઇને આવ્યું છે. ભારતની કોયલ તરીકે જાણીતાં 92 વર્ષીય પીઢ ગાયિકા મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યાં છે. કોરોનાની અડફટમાં તેઓ આવી ગયાં છે. ડોક્ટરોની ટીમ સતત એમના પર નજર રાખી રહી છે. એમની સારવારમાં કંઇ કસર બાકી નહીં રહે એની પૂરતી કાળજી લઇ રહ્યાં છે. વડા પ્રધાન મોદીએ પણ એમના ખબરઅંતર પૂછ્યા છે. કોરોનાની ત્રીજી લહેર કાતિલ પુરવાર નહીં થાય એવી ભારતવાસીઓ લતા મંગેશકર માટે પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે હાલ તેઓની તબિયત સ્થિર છે. લતા મંગેશકરનાં ભત્રીજી રચના શાહ દિનરાત ખડે પગે પોતાની સેવા આપી રહ્યાં છે. અગાઉ નવેમ્બર 2019 માં શ્વાસની તકલીફ અને ન્યુમોનિયાની બીમારીના કારણે આ જ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. 28 દિવસની ડોક્ટરોની મહેનત સફળ થઇ હતી. આ આપણા દેશનું અણમોલ નજરાણું છે. દેશ અને દુનિયામાં લાખો કરોડો ચાહકોની એક જ પ્રાર્થના છે કે હે ઇશ્વર અમારી આ સંગીતની સરસ્વતીદેવીને જેમ બને તેમ જલદી સારી કરી દો.
સુરત       – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top