SURAT

વેસુના નંદનવન એપાર્ટમેન્ટના 10માં માળેથી ધોરણ-12નો વિદ્યાર્થી પટકાતા મોત

સુરત: શહેરમાં ગત રાત્રે એક દુ:ખદ ઘટના બની હતી. વેસુના નંદનવન એપાર્ટમેન્ટના 10માં માળેથી ગરોડિયા પરીવારનો ધોરણ-12માં અભ્યાસ (Study) કરતો દિકરો નીચે પટકાયો હતો. પરિવાર ગઇ કાલે જ નાસિક (Nasik) થી સુરત (Surat) આવ્યો હતો. દિકરાના મોતથી (Death) પરિવાર શોકમાં સરી ગયો છે. માતા-પિતાને તો ઘટનાની જાણ પણ ન હતી. દિકરો નીચે પટકાયા બાદ વોચમેને તેમને જાણ (Inform) કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે (Police) તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો ગરોડિયા પરિવાર ગઇ કાલે સાંજે નાસિક થી સુરત આવ્યો હતો. તેમજ લાંબા પ્રવાસના કારણે થાકી જતા ઘરમાં આરામ કરી રહ્યો હતો. લગભગ રાત્રે 11 વાગ્યાનની આસપાસ મૃતક ખુશાલ બિલ્ડીંગના દસમાં માળેથી નીચે પટકાયો હતો. માતા-પિતા આરામ કરી રહ્યા હતા. માટે તેમને ઘટનાની જાણ ન હતી. વોચમેને બાળકને નીચે પટકાયેલો જોઇ પરિવારને જાણ કરી હતી.

મૃતકના મોટા પપ્પા પવન ગરોડીયાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ખુશાલ ધોરણ-12નો વિદ્યાર્થી હતો. તેમજ તેના મોટાભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો. દીકરી ના લગ્ન પ્રસંગે નાના ભાઈના દીકરા ખુશાલને તેઓ નાસિક લઈ ગયા હતા. 2 થી 4 તારીખ સુધી લગ્નમાં વ્યસ્ત ખુશાલ મોજમાં જ હતો. તેમજ ગઇ કાલે એટલે જ કે 5 ડિસેમ્બરે પરિવાર સાપુતરામાં રાત્રીનું ભોજન કરી સુરત આવ્યો હતો.

વઘુમાં મૃતકના મોટા પપ્પાએ જણવ્યુ કે મને મારા ઘરે મુકી મારો દીકરો ખુશાલને બાજુના બિલ્ડિંગમાં તેના ઘરે મુકવા ગયો હતો. ત્યારબાદ લાંબા પ્રવાસના કારણે ઘરના લોકો થાકી જતા બધા જ સુઈ ગયા હતા. મોડી રાત્રે લગભગ 11 વાગે વોચમેને બુમાબુમ કરીને નાનાભાઈ ને ઘટનાની જાણ કરતા ખુશાલ લોહી લુહાણ હાલતમાં ગ્રરાઉન્ડ ફ્લોરની જમીન ઉપર પડેલો મળી આવ્યો હતો.

મૃતક ખુશાલના પિતાને ઘટનાની જાણ કરાતા જ તેઓ દોડીને ઘટના સ્થળે આવી ગયા હતા. જ્યાં લોહીના ખાબોચીયામાં પડેલા દીકરાને જોઇ તેમને આઘાત લાગ્યો હતો. તરત જ ખુશાલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ખુશાલની મૃત્યુ બાદ પોલીસે તેના પોસ્ટ મોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top