National

લાલુ યાદવને મળી દીકરી રોહિણીની કિડની, ભાવુક થઈ કહ્યું પિતા માટે કંઈ પણ કરી શકું છું

નવી દિલ્હી: રાષ્ટ્રીય જનતા દળના (RJD) સંરક્ષક લાલુ યાદવની (Lalu Yadav) કિડની (kidney) ટ્રાન્સપ્લાન્ટને (Transplant) લઈને મોટી માહિતી સામે આવી છે. સિંગાપોરમાં (Singapore) લાલુ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યાં લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ (Rohini Acharya) પોતાની કિડી તેના પિતાને દાન આપી છે. હાલમાં લાલુ યાદવ અને તેની પુત્રી રોહિણી આચાર્ટ બંને સ્વસ્થ છે. લાલુ યાદવની પુત્રી મીસા ભારતીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે પિતા લાલુ યાદવનું સિંગાપોરની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી બીમાર લાલુ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે જેનું ઓપરેશન સફળ રહ્યું હતું. લાલુ યાદવનું સિંગાપોરમાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન બાદ તેમને ICUમાં ખસેડવામાં આવ્યો છે. લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

હું મારા પિતા માટે કંઈ પણ કરી શકું છું – રોહિણી
લાલુ યાદવ કિડની સહિત અનેક બીમારીઓથી પીડિત છે. એક અહેવાલો અનુસાર ઓક્ટોબરમાં સિંગાપુર ગયેલા લાલુ યાદવને ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી, ત્યારબાદ તેમની બીજા નંબરની પુત્રી રોહિણીએ તેમના પિતાને પોતાની કિડની દાન કરવા કહ્યું હતું. પુત્રી રોહિણી આચાર્યએ ટ્વિટર પર જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કિડનીની બિમારીઓ અને અન્ય બિમારીઓથી પીડિત તેના પિતાના જીવનને બચાવવા માટે તે પોતાની એક કિડની દાન કરશે.

રોહિણીએ ટ્વીટ કર્યું
“હું માનું છું કે આ માત્ર માંસનો એક નાનકડો ટુકડો છે જે હું મારા પિતાને આપવા માંગુ છું. હું પપ્પા માટે કંઈ પણ કરીશ. તમે બધા પ્રાર્થના કરો કે બધું સારું થઈ જાય અને પપ્પા ફરીથી લોકોના હક માટે અવાજ ઉઠાવે. ફરી એકવાર શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર. આ સાથે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા મીસા ભારતીએ લખ્યું, “પપ્પાનું ઓપરેશન સફળ રહ્યું છે, પપ્પા હજુ પણ આઈસીયુમાં છે, હોશમાં છે અને વાત કરવામાં સક્ષમ છે. તમારી શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર.”

લાલુનો પરિવાર સિંગાપોરમાં હાજર છે
તમને જણાવી દઈએ કે લાલુ યાદવ લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પીડિત હતા. લાલુ પ્રસાદ યાદવનું સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેજસ્વી યાદવ, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને મોટી પુત્રી મીસા ભારતી સિંગાપોરમાં હાજર છે. એટલું જ નહીં લાલુના નજીકના સાથી ભોલા યાદવ અને તેજસ્વીના રાજકીય સલાહકાર સંજય યાદવ પણ સિંગાપોરમાં છે.

Most Popular

To Top