Comments

કેજરીવાલ રંગ બદલે છે

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ દિલ્હી અને દેશના રાજકારણ પર ઉદય પામ્યા ત્યાં સુધી એવી માન્યતા હતી કે ભારતીય રાજકારણમાં પક્ષમાં જોડાઇને કાર્યકર બનવાથી માંડીને ઉદય પામવાનું માત્ર ઘડાયેલા પરંપરાગત રાજકારણીનું ક્ષેત્ર છે. તેઓ માટે ઉપરછલ્લો રંગ નહીં, પણ રાજકારણની આંટીઘૂંટીમાંથી પસાર થઇ વૈચારિક રીતે પાકા બની મતદારોની જરૂરિયાતોને અનુદય થવામાં માહિર હતા. રાજકીય ક્ષિતિજ પર ડો. મનમોહન સિંઘ જેવા ટેકનોક્રેટ-અર્થશાસ્ત્રીના ઉદયથી કેટલીક આશા જાગી હતી કે દેશમાં રાજકારણ નવી દિશા પકડશે. આમ છતાં ડો. સિંઘે અલગ બનવા સારું પણ કોઇ કોશિશ નહીં કરી, તેઓ પરંપરાવાદીઓની પકડ ઢીલી નહીં કરી શકયા.

આઇ.આઇ.ટી.એન. તરીકે કેજરીવાલ રાજકીય તખ્તે આવ્યા ત્યારે ફરી આશા જાગી અને તેને માટે કારણ પણ હતું. સમાજને ભ્રષ્ટાચારમુકત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વિકાસ અને લોકોના ઉત્કર્ષ આધારિત રાજકારણ આપવાની તેમણે ખાતરી આપી હતી. તેથી વધુ કોમી વિષાણુને મૂળમાંથી ખતમ કરવાનું કામ તે કરવાના હતા. કેજરીવાલની આગેવાની હેઠળ આમ આદમી પક્ષ દિલ્હી વિધાનસભાની ચૂંટણી બે વાર અને પંજબ વિધાનસભાની ચૂંટણી એક વાર ભવ્ય રીતે જીતી ગયો. પણ લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં નાકામિયાબ રહ્યો. દિલ્હીમાં તે કંઇક નવા વિચારો અને યોજનાઓ સાથે બહાર આવ્યો અને દેશમાં તેની રજૂઆત કરતો રહ્યો પણ તેના મફતની રેવડી પર અવલંબનમાં ઘટાડો આવ્યો. મફતની રેવડીએ તેના ચૂંટણી વિજયમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચુકી છે ત્યારે આઇ.આઇ.ટી.ના ચેલામાંથી રાજકારણી બનેલા કેજરીવાલનો બીજો રંગ દેખાયો શરૂ થશે. અને તેમનું અલગ પ્રકારના રાજકારણીઓ થતા પરિવર્તનનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું છે. તેમનામાં રહેલો પરંપરાગત અને પાક્કો રાજકારણી ડોકાવા લાગ્યો છે. આ પરિવર્તન ઝડપી હતું અને તેમના દ્વારા નવા રાજકારણનો ઉદય થતો હોવાનું જોનારા માટે આશ્ચર્યજનક હતું. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને તેમના સતત રાજય પર ગંભીર પડકાર તરીકે તેઓ બહાર આવ્યા છે. આમ છતાં આમ આદમી પક્ષ આપ ભારતીય જનતા પક્ષ માટે ગુજરાતમાં મુખ્ય પડકાર બની રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે અને તેનો કોઇ સ્પષ્ટ જવાબ નથી.

તેઓ મફત વીજળી-પાણી-અનાજ આપવાની વાત કરતાં કરતાં ધાર્મિક મુદ્દા પર કેમ કૂદી પડયા તેનું તેની છાવણીમાં પણ કેટલાકને આશ્ચર્ય થાય છે. તેઓ ભારતીય જનતા પક્ષ પર ધર્મના મુદ્દાની તલવારથી ઘા કરવા માંગે છે? તેઓ ભારતીય જનતા પક્ષના હિંદુ ગઢમાં ગાબડાં પાડવા માંગે છે? તેઓ સફળ થશે કે કેમ તે બીજો પ્રશ્ન છે, પણ તેણે કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે. 2014ની ચૂંટણીમાં તેઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપનું નેતૃત્વ કરતા હતા. તા. 25મી ફેબ્રુઆરી 2014ના રોજ કેજરીવાલે શું કહ્યું હતું? કોમવાદ દેશમાં ભ્રષ્ટાચાર કરતાં મોટી સમસ્યા છે.

ભ્રષ્ટાચાર અને કોમવાદ દ્વારા તેઓ કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ પર પ્રહાર કરતા હતા. કેજરીવાલ પોતાની સ્વચ્છ અને બિનસાંપ્રદાયિક છબીને કારણે દિલ્હીમાં જીત્યા હતા તેમ સૌ કોઇ માને છે. હવે તેમણે ગુલાંટ મારી છે. દિલ્હીમાંથી અયોધ્યામાં રામના દર્શન કરવા જનારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. ગુજરાતમાં આપ જીતશે તો અહીં પણ આવા લાભ અપાશે. એક તરફ કેજરીવાલ આવી વાત કરે છે તે જ સમયે તેમના એક કેબિનેટ પ્રધાન રાજેન્દ્રપાલ બૌદ્ધ ધર્માંતરણ કાર્યક્રમમાં હિંદુ દેવી દેવતાઓને વખોડે છે, કેજરીવાલ કહે છે કે આવા લોકો અને ભગવાન માટે કામ કરે છે તેથી તે ચૂંટણી જીતશે જ. કેજરીવાલે બીજો કૂદકો માર્યો ને ભારતની ચલણી નોટ પર દેવી દેવતાઓની છબી હોવી જોઇએ.

તેનાથી ભારતનું અર્થતંત્ર સુધરશે. અલબત્ત આટલા પલટાથી અર્થતંત્ર નહીં સુધરશે પણ બીજું ઘણું જોઇશે. ખાસ કરીને દેવી-દેવતાઓના આશીર્વાદ. હિમાચલ પ્રદેશમાં પણ આપ હિંદુત્વના ઘંટ વગાડશે? જમ્મુ-કાશ્મીર વિધાનસભાની આગામી ચૂંટણીમાં શું થશે? હિંદુત્વની દુહાઇ દેવાથી કેજરીવાલને હિંદુઓનો ગઢ ધરાવતા મોદી-શાહના ગુજરાતમાં ફાયદો થશે? ભારતીય જનતા પક્ષ આપના આ યુદ્ધમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે? નરેન્દ્ર મોદીએ કાર્યકરોને ચેતવણી આપી જ છે કે કોંગ્રેસની છાનીછપની ઝુંબેશથી સાવધ રહેજો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top