National

કેદારનાથ યાત્રા સ્થગિત: ભારે વરસાદનાં પગલે હવામાન બગડતા હજારો શ્રદ્ધાળુઓ ફસાયા

ઉત્તરાખંડ: કેદારનાથ(Kedarnath)માં વરસાદે(Rain) પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ઉત્તરાખંડ(Uttarakhand)ના કેદાર ઘાટી અને કેદારનાથમાં ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી યાત્રા(Yatra)ને રોકી(Stop) દીધી છે. કેદારનાથ ધામ સહિત સમગ્ર રૂદ્રપ્રયાગ(Rudraprayag) જિલ્લામાં ગઈકાલ સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે. વરસાદ બાદ જિલ્લા પ્રશાસને રૂદ્રપ્રયાગથી ગૌરીકુંડ જતા મુસાફરોને અટકાવી દીધા છે

ભક્તોને સ્થળોએ રોકી દેવામાં આવ્યા
હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને હવામાન વિભાગની આગાહી બાદ કેદારનાથ ધામ સહિત સમગ્ર રૂદ્રપ્રયાગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેને લઈને વહીવટીતંત્રે માત્ર સોનપ્રયાગ, ગૌરીકુંડ, રામપુર, ફાટા, સીતાપુર અને ગુપ્તકાશીમાં શ્રદ્ધાળુઓને રોકી દીધા છે. તેમજ તમામ મુસાફરોને તેઓ જ્યાં હોય ત્યાં રાહ જોવાની સૂચના આપવામાં આવી છે. ગૌરીકુંડથી રૂદ્રપ્રયાગ સુધી 8 થી 10 હજાર મુસાફરો અલગ-અલગ સ્થળોએ ફસાયેલા છે. કેદારનાથમાં લગભગ 3200 તીર્થયાત્રીઓ હાજર છે, જ્યારે ગૌરીકુંડમાં પણ લગભગ 3200 અને સોનપ્રયાગમાં 1500 શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે.

હવામાન સારું થયા પછી જ યાત્રા શરૂ થશે
રુદ્રપ્રયાગના સીઓ પ્રબોધ ઘિલડિયાલે જણાવ્યું કે હવામાન વિભાગના એલર્ટ બાદ જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. કેદારનાથ જતા તીર્થયાત્રીઓને સુરક્ષિત સ્થળોએ રોકી દેવામાં આવ્યા છે. વરસાદને કારણે યાત્રા રોકી દેવામાં આવી છે અને સિઝન ખુલ્યા બાદ જ યાત્રિકોને કેદારનાથ ધામમાં જવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુપ્તકાશી અને રૂદ્રપ્રયાગ વચ્ચે 5 હજાર શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે.

કેદારનાથ યાત્રા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારના જણાવ્યા અનુસાર, રુદ્રપ્રયાગથી ફાટા સુધી તીર્થયાત્રીઓને જગ્યાએ જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ખરાબ હવામાનને કારણે કેદારનાથની હેલિકોપ્ટર સેવા પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન સાફ થયા પછી, કેદારનાથમાં ફસાયેલા તીર્થયાત્રીઓને નીચે લાવવામાં આવશે, જ્યારે ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં રોકાયેલા શ્રદ્ધાળુઓને ઉપર મોકલવામાં આવશે.

Most Popular

To Top