SURAT

પરિણીતાનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેના બીભત્સ ફોટો એડિટ કરી વાયરલ કરવાની ધમકી આપી

સુરતઃ કતારગામ (Katargam) ખાતે રહેતા બે સગા ભાઈઓ એક પરિણીતાને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર તેના નામે અલગ અલગ આઈડી બનાવી તેના ફોટોને બીભત્સ મોર્ફ કરી તેના પતિને તથા સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ કરવાની ધમકી આપી પરેશાન કરતા હતા. પરિણીતાએ બંને સગા ભાઈની સામે સિંગણપોર પોલીસ (Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસના જણાવ્યા મુજબ કતારગામ વિસ્તારમાં રહેતી પરિણીતાના સમાજના બે સગા ભાઈ પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી તેને પરેશાન કરતા હતા. પરિણીતાને બંનેના મોબાઈલ નંબર બ્લોક કરી દીધા હતા.

  • કતારગામમાં બે સગા ભાઈઓનું કારસ્તાન, ભાભીની છેડતી કરી
  • યુવકે કાકાના દીકરા સાથે સંપર્ક કરાવ્યો
  • બંને વચ્ચે પ્રેમ થતાં લગ્ન કર્યાં, તે યુવકને પસંદ ન પડ્યું

ઇન્સ્ટાગ્રામ પર બદનામ કરવાની ધમકી આપી હતી
આ બંને સગા ભાઈએ પરિણીતાના નામે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યાં હતાં. અને પરિણીતાના આઈડીમાં સેવ કરેલા ફોટોનું એડિટિંગ કરીને મોર્ફ કરી બીભત્સ ફોટો બનાવ્યા હતા. આ ફોટો થકી પરિણીતાના પતિના વોટ્સએપ નંબર પર તથા ઇન્સ્ટાગ્રામ પર બદનામ કરવાની ધમકી આપી હતી. પરિણીતાના પતિ સાથે અભદ્ર ભાષામાં વાત કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. પરિણીતા અને તેના પતિએ બંને ભાઈઓનાં માતા-પિતાને આ અંગે વાત કરી હતી. માતા-પિતાએ પરિણીતાનાં સાસુ-સસરાને અપશબ્દો બોલી ફોન કાપી નાંખ્યો હતો.

અંતે કંટાળીને પરિણીતાએ બંને ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવી
અંતે કંટાળીને પરિણીતાએ બંને ભાઈ ચિરાગ અમરાભાઇ સાગઠિયા (ઉં.વ.24) તથા રોહિત અમરાભાઇ સાગઠિયા (ઉં.વ.20) (બંને રહે., ખાંભા, તા.લોધિકા, જિ.રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાનો પતિ ચિરાગના કાકાનો દીકરો થાય છે અને પરિણીતા સાથે પહેલા સંપર્ક ચિરાગનો થયો હતો. બાદ ચિરાગે વિજય સાથે સંપર્ક કરાવ્યો અને પરિણીતા અને વિજય વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણનું જણાવી 35 લાખની ઠગાઈ

સુરત: ક્રિપ્ટો કરન્સીમાં લાખો રૂપિયા નફો ગણતરીના દિવસમાં મળશે જણાવીને ટુકડે ટુકડે 35 લાખ લેનાર ચીટર દ્વારા તમામ રકમ ગજવે ઘાલી દેવામાં આવી હતી. આ મામલે વરાછા પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં ગૌરવ છોટુભાઇ સલાર દ્વારા કરવામાં આવી હતી. તેઓ પાસે નીશીથ કિરીટભાઇ જેઠવાએ ટુકડે ટુકડે 35 લાખ રૂપિયા લીધા હતા. તેમાં ક્રિપ્ટો કરન્સીના નામે આ નાણાં લેવામાં આવ્યાં હતાં. તેમને ગણતરીના દિવસોમાં મોટો નફો આપવાની વાત કરી આ રકમ નીશીથ જેઠવા (રહે.,નારાયણ એપાર્ટમેન્ટ, એ.કે.રોડ) દ્વારા લેવામાં આવી હતી

Most Popular

To Top