Dakshin Gujarat

‘મારા પિતાને કેમ તું કહી કેમ બોલાવે છે?’ કહી કઠોદરામાં રત્ન કલાકારને માર મરાયો

કામરેજ: (Kamrej) મૂળ અમરેલીના ધમિલ ગામના વતની અને હાલ કામરેજના કઠોદરા ગામે આવેલી એચ.આર.પી. રેસિડન્સીમાં ફ્લેટ નં.બી-2 503માં સંજય ભીખા ગૌદાણી (ઉં.વ.35) રહે છે. તેઓ રત્નકલાકાર (Diamond Worker) તરીકે કામ કરે છે. ત્રણ દિવસ અગાઉ રાત્રિના 9 કલાકે એપાર્ટમેન્ટની નીચે બેસવા માટે ગયા હતા. ત્યારે બાજુના એપાર્ટમેન્ટમાં ફલેટ નં.બી-1 102માં રહેતા બાબુભાઈ આસોદરિયાનો પુત્ર રવિ આવી મારા પિતાજીને (father) કેમ તું કારે બોલાવો છો તેમ કહેતાં સાથે બેસેલા જયસુખભાઈ, હર્ષદભાઈએ જણાવ્યું તારા પિતાજીની અમારી ઉંમરના છે, જેથી તું કારે બોલાવી શકીએ છીએ. બાદ રવિ જતો રહ્યો હતો.

  • રવિ અને તેની સાથે અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સાથે આવીને સંજયને મારા પિતાને કેમ તું કારે બોલાવે છે તેમ કહીને મારવા લાગ્યા
  • હર્ષદભાઈએ જણાવ્યું તારા પિતાજીની અમારી ઉંમરના છે, જેથી તું કારે બોલાવી શકીએ છીએ

બુધવારે રાત્રિના 8.30 કલાકે એપાર્ટમેન્ટની પાછળની સાઈડમાં સાઈ આંગન સાઈડ પર ચા પીવા માટે જયસુખભાઈ, હર્ષદભાઈ સાથે સંજય ગયો હતો ત્યારે રવિ અને તેની સાથે અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સાથે આવીને સંજયને મારા પિતાને કેમ તું કારે બોલાવે છે તેમ કહીને મારવા લાગ્યા હતા. જે અંગે કામરેજ પોલીસ મથકમાં રવિ સામે ફરિયાદ નોંધાઈ હતી.

ભાટકોલમાં ઘરફોડ ચોરી કરનાર ચોર કામરેજ નજીક ઝડપાયો
હથોડા: કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભાટકોલ ગામે થયેલી ઘરફોડ ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળેલા ચોરને સુરત જિલ્લા એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી હદ વિસ્તારના કોસંબા પોલીસને સોંપ્યો હતો.
સુરત જિલ્લા એલસીબી પોલીસ કર્મચારી અનિલભાઈ રામજીભાઈ તથા મુકેશભાઈ જયદેવભાઈને બાતમી મળી હતી કે, થોડા સમય પહેલાં ભાટકોલ ગામે ઘરફોડ ચોરી થઈ હતી. ચોરીમાં ચોરાયેલો મુદ્દામાલ વેચવા માટે મોહમ્મદ હમીદ સમીર કાસીમ મહંમદ અંસારી (રહે.,ભાટકોલ, મસ્જિદ ફળિયું) ચોરીનો મુદ્દામાલ વેચવા માટે ફરી રહ્યો છે. અને ભાટકોલથી નીકળીને કામરેજ નવાપરા પાટિયા પાસે આંટાફેરા મારી રહ્યો હતો.

આથી સુરત જિલ્લા એલસીબી પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં ભાટકોલથી ચોરાયેલા ચાંદીના સાંકળા, ચાંદીની ચેઇન, ચાંદીની કડી, ચાંદીનાં પેન્ડલ અને રોકડ રૂપિયા 24000 મળી કુલ રૂ.46,783ના મુદ્દામાલ સાથે મોહમ્મદ હમીદ ઉર્ફે સમીર કાસિમ મોહમ્મદ અંસારીને દબોચી લઈ કોસંબા પોલીસને સોંપ્યો હતો. કોસંબા પોલીસે એલસીબીએ સુપરત કરેલા ચોરની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top