SURAT

સુરત: દિવાળી બાદ માત્ર 25% હીરાઉદ્યોગ ખૂલતા રત્નકલાકારો મુશ્કેલીમાં, સરકાર પાસે માંગી મદદ

સુરતઃ હીરા ઉદ્યોગ (Diamond Company) માટે જાણીતુ સુરત હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો (Diamond Worker) માટે ચિંતાના વાદળ સમાન બન્યું છે. દિવાળી વેકેશન ક્યારનું ખૂલી ગયું છે. પરંતુ રત્ન કલાકારોનું દિવાળી વેકેશન (Diwali Vacation) ખૂલવાનું નામ જ નથી લઇ રહ્યું. દિવાળી બાદ પણ માત્ર 25 ટકા હીરા ઉદ્યોગો શરૂ થતા રત્ન કલાકારો મુંજવણમાં મુકાયા છે. તેમજ તેઓ લોન (Loan) લઇ પોતાનું ઘર ચલાવવા માટે મજબુર બન્યા છે. આવી કફોડી પરીસ્થિતિના કારણે ડાયમંડ વર્કર યુનિટે સરકાર સામે મદદના (Help) હાથ લંબાવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીનું વેકેશન પૂરું થયા બાદ હજી સુધી સુરતમાં હીરાના કારખાનાઓ શરૂ નહીં થતાં રત્ન કલાકારો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. હીરાઉધોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે. માટે તેની સીધી અસર રત્નકલાકારો ઉપર પડી રહી છે. દિવાળી વેકેશન પણ વહેલા પડી ગયા હતા. જેના કારણે રત્નકલાકારોના પગાર પણ ખૂબ ઘટી ગયા હતા. હવે, રત્નકલાકારો આ પરિસ્થિતીના કારણે ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે. દરમિયાન ત્યારે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોની મદદ કરવા સરકારને રજૂઆત કરી છે.

હીરાઉધોગના રત્નકલાકારોને આશા હતી કે દિવાળી વેકેશન બાદ તેજીનો સમય આવશે. પરંતુ સુરત હીરાઉધોગમાં હાલ માંડ 20% થી 25% કારખાના જ ખુલ્યા છે. મોટા ભાગના કારખાના હજી ખુલ્યા નથી. તેમજ વેકેશન લંબાઈ એવી શક્યતા છે. માટે રત્નકલાકારો કફોડી સ્થિતિમાં મુકાય જશે એવી અમને આશંકા છે. જેથી તેઓ સરકાર રત્નકલાકારોને મદદ કરવા આગળ આવે તેવી અરજી કરી રહ્યા છે.

દરમિયામ હવે, જી-7 દેશોએ રશિયન ડાયમંડ ઉપર પ્રતિબંધ મુક્યાના સમાચારો પણ સામે આવ્યા છે. જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બનવાની શકયતા છે. અહેવાલો મુજબ સુરતમાં ખૂબ ટૂંકાગાળામાં અંદાજે 30 કરતા વધારે રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે.

કોમર્સ મિનિસ્ટ્રીના આર.ટી.આઈ કર્યા બાદ જે આયાત નિકાસના આંકડા મળ્યા છે તે ચોંકાવનારા છે. સાથે જ આ આંકડા સુરતના હીરાઉદ્યોગની વાસ્તવિક પરિસ્થિતિ બતાવી રહ્યા છે. આયાત નિકાસના આંકડા મુજબ માત્ર 25 ટકા હીરાની પેઢીઓ ખૂલતા રત્નકલાકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જેથી રત્ન કલાકારોએ માંગ કરી હતી કે સરકારે તેમને આર્થિક પેકેજ તથા રત્નદીપ યોજના જાહેર કરવી જોઈએ. તેમજ વ્યવસાય વેરો મોકૂફ કરવો જોઈએ.

Most Popular

To Top